Aspire Pharma , Morningside Pharmaceuticals and associated companies
રિચાર્ડ કોન્ડોન અને ટિમ બ્રેડી

યુકેના હેમ્પશાયર સ્થિત વિખ્યાત ફાર્માસ્યુટિકલ કંપની એસ્પાયર ફાર્માએ ખાનગી માલિકીની, જેનરિક ફાર્માસ્યુટિકલ ક્ષેત્રે નિષણાંત એવી મોર્નિંગસાઇડ ફાર્માસ્યુટિકલ્સ (લાફબરો), મોર્નિંગસાઇડ હેલ્થકેર (લેસ્ટર) અને મોર્નિંગસાઇડ હેલ્થકેર (ઇન્ડિયા) સહિત સંલગ્ન પેટાકંપનીઓ હસ્તગત કરી છે. આ હસ્તાંતરણને પગલે એસ્પાયર ફાર્મા યુકેની પ્રીમિયર સ્પેશિયાલિટી ફાર્મા કંપની બનશે. એસ્પાયર જેનરિક, સ્પેશિયાલિટી જેનરિક, બ્રાન્ડેડ દવાઓ અને મેડિકલ ડિવાઇસ સેક્ટરના અગ્રણી ઉત્પાદકોમાંની એક છે.

“મોર્નિંગસાઇડ” તરીકે ઓળખાતી મોર્નિંગસાઇડ ફાર્માસ્યુટિકલ્સ એસ્પાયરને પ્રતિભા, માર્કેટ રેન્જમાં વધારો અને એસ્પાયરના પૂરક એવા ઉદ્યોગની અગ્રણી પાઇપલાઇન પહોંચાડે છે. આ સંપાદન એસ્પાયરને યુકેમાં પ્રીમિયર સ્પેશિયાલિટી ફાર્મા સંસ્થા તરીકે સ્થાપિત કરે છે, જેમાં આંતરરાષ્ટ્રીય વૃદ્ધિની મહત્વાકાંક્ષાઓને ટેકો આપવાની નવી તકો છે.

આ હસ્તાંતરણના નાણાકીય કરારની વિગતો કોઈપણ પક્ષ દ્વારા જાહેર કરવામાં આવી ન હતી.

મોર્નિંગસાઇડ હેલ્થકેર લેસ્ટર દાનેશ અને સંજય ગઢિયા દ્વારા ચલાવવામાં આવે છે જેઓ નિક કોટેચાના સાળાઓ છે. દાનેશ અને સંજય બન્નેએ ફાર્માસિસ્ટ તરીકે અભ્યાસ કર્યો છે અને લેસ્ટરમાં કોમ્યુનિટી ફાર્મસીની ચેઈન ચલાવે છે. આ બંને પરિવારોનો સમાવેશ એશિયન મિડીયા ગૃપ દ્વારા પ્રકાશીત થતા એશિયન રિચ લિસ્ટમાં કરાયો છે. મોર્નિંગસાઇડ હેલ્થકેર દ્વારા મોલેક્યુલ્સનું નિર્માણ કરાય છે જે ઉત્પાદનોનું વિતરણ નીક કોટેચાની કંપની દ્વારા કરાય છે.

મોર્નિંગસાઇડ ફાર્માસ્યુટિકલ યુકેની સૌથી ઝડપથી વિકસતી ફાર્મા કંપનીઓમાંની એક છે અને 1990ના દાયકાની શરૂઆતમાં નિક કોટેચા અને મોનીએ મોર્નિંગસાઇડ ફાર્માસ્યુટિકલ્સની સ્થાપના ઘરના ગેરેજમાંથી કરી હતી. જેઓ NHSને જેનરિક અને બ્રાન્ડેડ દવાઓના મુખ્ય ઉત્પાદક અને સપ્લાયર છે. છેલ્લા 30 વર્ષોમાં ફાર્માસ્યુટિકલ્સ અને મોર્નિંગસાઇડ હેલ્થકેરનો જોરદાર વિકાસ થયો હતો. તેઓ યુકે અને EUમાં 240 થી વધુ લાઇસન્સવાળી દવાઓનો પોર્ટફોલિયો ધરાવે છે અને 120 થી વધુ દેશોમાં નિકાસ કરે છે.

એસ્પાયર ફાર્માના ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર રિચાર્ડ કોન્ડોને જણાવ્યું હતું કે “અમે એસ્પાયર પરિવારમાં મોર્નિંગસાઇડ ટીમનું સ્વાગત કરવા માટે ઉત્સાહિત છીએ. બંને કંપનીઓ માટે અત્યંત પૂરક પ્રોડક્શન પોર્ટફોલિયોના પરિણામે અમારી માર્કેટ પોઝીશનને વિસ્તૃત કરવા અને વધારવાની આ એક પરિવર્તનકારી તક છે. આ સંયોજન સૌથી મોટી અને સૌથી ઝડપથી વિકસતી UK ફાર્મા કંપનીઓમાંની એક બનાવશે અને યુકેમાં અને આંતરરાષ્ટ્રીય સ્તરે અમારા વર્તમાન અને ભાવિ પ્રોડક્શન પોર્ટફોલિયોમાં વધુ ઝડપી વૃદ્ધિની સંભાવના જોશે. અમારી પ્રતિબદ્ધતા અમારી ટીમ, દર્દીઓ અને NHS અને તેનાથી આગળના અમારા ભાગીદારો સાથે બિઝનેસીસના સરળ એકીકરણની ખાતરી કરવા માટે રહે છે.”

મોર્નિંગસાઇડના ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર ટિમ બ્રેડીએ જણાવ્યું હતું કે “મોર્નિંગસાઇડનું એસ્પાયર દ્વારા કરાયેલું સંપાદન એ લાંબા ગાળાની વિકાસ યોજનાની માન્યતા છે જે મોર્નિંગસાઇડ ફાર્માસ્યુટિકલ્સ અને મોર્નિંગસાઇડ હેલ્થકેરના શેરધારકો અને મેનેજમેન્ટે છેલ્લા 30 વર્ષોમાં વિકસાવી છે. સંયુક્ત કંપનીને 120થી વધુ પૂરક મિડ અને લેટ-સ્ટેજ પ્રોગ્રામ્સ સાથે વિસ્તૃત બિઝનેસ ડેવલપમેન્ટ ક્ષમતાઓની અનુભૂતિ સહિત અનેક ક્ષેત્રોમાં ફાયદો થશે.”

જ્યાં સુધી વધુ એકીકરણ અને સંક્રમણની જાહેરાત કરવામાં ન આવે ત્યાં સુધી સંબંધિત સંસ્થાઓ પોતાની રીતે બિઝનેસ કરવાનું ચાલુ રાખશે.

LEAVE A REPLY