સેન્ટ્રલ લંડનના વેસ્ટ મિન્સ્ટર બ્રિજના છેવાડે થેમ્સ નદીના તટે આવેલ ભવ્ય પાર્ક પ્લાઝા હોટેલમાં તા. 22ના રોજ યોજાયેલા પ્રતિષ્ઠિત 25મા એશિયન બિઝનેસ એવોર્ડ્સ સમારોહની હાઇલાઇટ્સનું પ્રસારણ રવિવાર તા. 28મી જાન્યુઆરીના રોજ સાંજે 7 વાગે ઝી ટીવી પર આઉટ એન્ડ અબાઉટ કાર્યક્રમમાં (સ્કાય ચેનલ 709 અને વર્જિન ચેનલ 809) બતાવવામાં આવનાર છે.

આ પ્રસંગે બ્રિટનમાં સાઉથ એશિયાના 101 સૌથી ધનાઢ્ય બિઝનેસમેન્સનો સમાવેશ કરતા વાર્ષિક એશિયન રિચ લિસ્ટની નવીનતમ આવૃત્તિનું લોન્ચિંગ પણ કરવામાં આવ્યું હતું. આ ભવ્ય સમારંભમાં કુલ નવ એવોર્ડ એનાયત કરવામાં આવ્યા હતા અને કાર્યક્રમમાં લંડનના મેયર સાદિક ખાન, દેશના ડેપ્યુટી પ્રાઇમ મિનિસ્ટર ઓલિવર ડાઉડેન અને યુકેમાં ભારતના હાઈ કમિશનર વિક્રમ દોરાઈસ્વામી સહિત બિલિયોનેર ઉદ્યોગસાહસિકો, ઉદ્યોગ અગ્રણીઓ, શક્તિશાળી રાજકારણીઓ અને સામાજીક અગ્રણીઓ સહિત 600થી વધુ મહેમાનોએ હાજરી આપી હતી. તો વડાપ્રધાન ઋષિ સુનકે આ કાર્યક્રમમાં રેકોર્ડ કરેલા સંદેશામાં યુકેમાં એશિયન ઈમિગ્રન્ટ્સના યોગદાનની પ્રશંસા કરી હતી.

બીબીસી પ્રસ્તુતકર્તા નિહાલ અર્થનાયકે આ કાર્યક્રમનું આયોજન કર્યું હતું, જેના પ્રાયોજકો અને સમર્થકોમાં વેસ્ટકોમ્બ ગ્રુપ, ઓકનોર્થ બેંક, કૂલેશ શાહ ફાઉન્ડેશન અને રીજન્ટ ગ્રુપનો સમાવેશ થાય છે. એશિયન રિચ લિસ્ટની નવીનતમ આવૃત્તિ ખરીદવા માટે જુઓ, www.easterneye.biz/ARL/subscribe/ અથવા સૌરીન શાહને saurin.shah@amg.biz પર ઈમેલ કરો કે 0207 654 7737 ઉપર કૉલ કરો.

Leave a reply

  • Default Comments (0)
  • Facebook Comments