એશિયા કપમાં સુપર-4માં ક્વોલિફાય થનાર ભારતીય ક્રિકેટ ટીમમાંથી ઓલરાઉન્ડર રવીન્દ્ર જાડેજા જમણા ઘૂંટણમાં ઈજાને કારણે ટીમમાંથી બહાર ફેંકાઈ ગયો છે. રવીન્દ્ર જાડેજાના સ્થાને અક્ષર પટેલને ટીમમાં સ્થાન આપવામાં આવ્યું છે.
રવીન્દ્ર જાડેજા ટુર્નામેન્ટની બાકીની મેચોમાં રમી શકશે નહીં. ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડે નિવેદન બહાર પાડીને રવીન્દ્ર જાડેજાની ઈજા અંગે જાણકારી આપી હતી. રવીન્દ્ર જાડેજાએ પાકિસ્તાનની સામેની મેચમાં ચોથા નંબરે બેટિંક કરતાં ટીમની જીતમાં મહત્વપુર્ણ ભૂમિકા ભજવી હતી.
ટીમમાં અક્ષર સ્ટેન્ડબાય ખેલાડીઓના લિસ્ટમાં સામેલ હતો. તે જાડેજાની જેમ જ ડાબા હાથથી બોલિંગ કરવાની સાથે ડાબા હાથનો સ્પિન બોલર પણ છે. વેસ્ટ ઈન્ડિઝ પ્રવાસ પર અક્ષરે શાનદાર બેટિંગ કરીને ટીમ ઈન્ડિયાને જીત અપાવી હતી. વન-ડે સીરિની બીજી મેચમાં એક સમયે ભારતની હાર થતાં જોવા મળી રહી હતી, પણ અક્ષર પટેલે 35 બોલમાં 64 રન ફટકારીને બાજી પલટી નાખી હતી અને ભારતની શાનદાર જીત અપાવી હતી.
એશિયા કપ માટે ભારતની ટીમઃ રોહિત શર્મા (કેપ્ટન), કેએલ રાહુલ (વાઈસ-કેપ્ટન), વિરાટ કોહલી, સૂર્યકુમાર યાદવ, દીપક હુડ્ડા, રિષભ પંત (વિકેટકીપર), દિનેશ કાર્તિક (વિકેટકીપર), હાર્દિક પંડ્યા, અક્ષર પટેલ, આર. અશ્વિન, યુઝવેન્દ્ર ચહલ, રવિ બિશ્નોઈ, ભુવનેશ્વર કુમાર, અર્શદીપ સિંહ, આવેશ ખાન.