વેસ્ટ મિડલેન્ડ્ઝના સ્મેથવિકમાં પગારની તકરાર બાબતે સેન્ટ માર્ક્સ રોડ, ટિપ્ટનના 46 વર્ષીય અશ્વની કુમારે ઝપાઝપી કરી ‘ખતરનાક’ ચાકુ વડે હુમલો કરી તેના ભૂતપૂર્વ બોસ હરનેક સિંહ ધાલિવાલને હાથ અને ગળા પર ગંભીર ઇજાઓ પહોંચાડતા 15 મહિનાની જેલ કરવામાં આવી હતી.
અશ્વની કુમારે નશામાં ધૂત થઇ તેના બોસને 17 વખતે ફોન કરી પગારની વધારાની રકમ બાકી નીકળે છે તેમ કહી રોકડની માંગ કરી હતી. કુમારે સપ્ટેમ્બર 2019માં મિસ્ટર ધાલીવાલના ત્યાંથી ખરાબ પ્રદર્શન બાદ નોકરી છોડી દીધી હતી.
વોલ્વરહેમ્પટન ક્રાઉન કોર્ટમાં જણાવાયું હતું કે કુમારે આલ્કોહોલના નશામાં ‘ખતરનાક’ બ્લેડ વડે ધાલિવાલને હાથ અને ચિન પર છરી મારી દીધી હતી. જેમાં તેને 10 થી 15 સેમી જેટલો ઘા થયો હતો.
કુમારે સ્વ-બચાવમાં હુમલો કર્યો હોવાનો દાવો કર્યો હતો. કુમાર ભારતથી યુકે આવ્યો હતો અને તેનો અન્ય કોઇ ગુનાહિત ઇતિહાસ નથી.