રવિચંદ્રન અશ્વિને 269 આંતરરાષ્ટ્રીય મેચમાં કુલ 689 વિકેટ ઝડપી કપિલ દેવનો 687 વિકેટનો રેકોર્ડ તોડ્યો છે. અશ્વિને આ 91 ટેસ્ટ મેચમાં 466 વિકેટ લીધી છે. આ ઉપરાંત વન-ડેમાં 113 મેચમાં 151 અને ટી-20 ઈન્ટરનેશનલમાં 65 મેચમાં 72 વિકેટ ઝડપી છે. કપિલ દેવે 131 ટેસ્ટ મેચમાં 434 વિકેટ અને 225 વન-ડેમાં 253 વિકેટ લીધી હતી. સૌથી વધુ ઈન્ટરનેશનલ વિકેટ લેવામાં અશ્વિન 17માં ક્રમે પહોંચી ગયો છે. તે હવે દક્ષિણ આફ્રિકાના ડેલ સ્ટેઈનથી 10 વિકેટ પાછળ છે.
રવિચંદ્રન અશ્વિન કરતાં વધુ આંતરરાષ્ટ્રીય વિકેટો લઈ ચૂકેલા ભારતીયોમાં અનિલ કુંબલે અને હરભજન સિંહ બે જ છે. કુંબલેએ 403 આંતરરાષ્ટ્રીય મેચમાં 956 વિકેટ અને હરભજન સિંહે 367 આંતરરાષ્ટ્રીય મેચોમાં 711 વિકેટ લીધી છે. હરભજનના રેકોર્ડથી અશ્વિન હવે ફક્ત 23 વિકેટ દૂર છે.