કોમર્શિયલ વ્હિકલ કંપની અશોક લેલેન્ડ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જાહેર કરેલી બે બિલિયન ડોલરની લાઇન ઓફ ક્રેડિટના ભાગરૂપે બાંગ્લાદેશને 200 ટ્રકનો સપ્લાય આપશે. આ ઓર્ડરના ભાગરૂપે 135 ટ્રકની ડિલિવરી આપી દેવામાં આવી છે, એમ અશોક લેલેન્ડે સોમવાર, 7 ફેબ્રુઆરીએ એક નિવેદનમાં જણાવ્યું હતું.
અશોક લેલેન્ડે જણાવ્યું હતું કે કંપની 135 ફૂલી-બિલ્ટ ટ્રક માટે બાંગ્લાદેશ સરકારે જારી કરેલા ટેન્ડરમાં વિજેતા મળી હતી, તેમાં 3T ટ્રક, હાઇડ્રોલિક બિમ લિફ્ટર અને સુવેરેજ સકરનો સમાવેશ થાય છે. આ ટ્રક્સ ચાલુ નાણાકીય વર્ષમાં બાંગ્લાદેશના રોડ અને હાઇવે વિભાગને આપવામાં આવી છે. અશોક લેલેન્ડને હવે ટ્રક માઉન્ટેડ રેકરના 65 યુનિટ માટે ઓર્ડર મળ્યો છે. આ વ્હિકલનો ઉપયોગ હાઇવેની વિવિધ કામગીરીમાં થાય છે.
અશોક લેલેન્ડના હેડ (ઇન્ટરનેશનલ ઓપરેશન) અમનદીપ સિંહે જણાવ્યું હતું કે “બાંગ્લાદેશ અમારું એક મુખ્ય નિકાસ બજાર છે અને આ સપ્લાયથી દેશમાં અમારી સ્થિતિ વધુ મજબૂત થશે. અમે ખાસ કરીને SAARC, GCC અને આફ્રિકાના વિદેશી બજારોમાં અમારા વોલ્યુમ અને હાજરીમાં વધુ વધારો કરવા માગીએ છીએ.”
અશોક લેલેન્ડ આશરે 50 ટચપોઇન્ટ્સ સાથે બાંગ્લાદેશની અગ્રણી કોમર્શિયલ વ્હિકલ બ્રાન્ડ્સ છે. કંપની બાંગ્લાદેશમાં IFAD ઓટો ધામરાઇ પ્લાન્ટમાં ટ્રક, બસ અને એલસીવી વાહનોનું એસેમ્બલિંગ કરે છે.