ઓસ્ટ્રેલિયા અને ઈંગ્લેન્ડ વચ્ચે ઓસ્ટ્રેલિયામાં શરૂ થયેલી એશિઝ જંગની પહેલી ટેસ્ટમાં ઈંગ્લેન્ડનો ઓસ્ટ્રેલિયા સામે 10 વિકેટે કારમો પરાજય થયો હતો.
ઓસ્ટ્રેલિયાએ ચોથા જ દિવસે ઈંગ્લેન્ડને 9 વિકેટે હરાવી પાંચ ટેસ્ટની સીરીઝમાં 1-0ની સરસાઈ સ્થાપિત કરી હતી. ચોથા દિવસે ઈંગ્લેન્ડની ટીમ 297 રનમાં ઓલ આઉટ થઈ ગઈ હતી. આ રીતે, ઓસ્ટ્રેલિયાને વિજય માટે ફક્ત 20 રન કરવાના રહ્યા હતા, એ ટાર્ગેટ તેમણે એક વિકેટના ભોગે હાંસલ કરી લીધો હતો.
ઓસ્ટ્રેલિયાએ પહેલી ઈનિંગમાં 425 રન કર્યા હતા, તેના જવાબમાં ઈંગ્લેન્ડ પહેલી ઈનિંગમાં ફક્ત 147 રનમાં ઓલ આઉટ થઈ ગયુ હતુ. ઓસ્ટ્રેલિયાએ તેને ફોલોઓન કરવાનું જણાવતા બીજી ઈનિંગમાં જો રુટના 89 અને ડેવિડ મલાનના 82 રન પછી ઈંગ્લેન્ડની ટીમ બહુ જલ્દી ઓલ આઉટ થઈ ગઈ હતી.ત્રીજા દિવસની રમત અંતે લાગતુ હતુ કે ઈંગ્લેન્ડ વળતી લડત આપશે, પણ ચોથા દિવસની શરુઆતમાં જ રુટ અને મલાનની વિકેટો પછી ઓસ્ટ્રેલિયાએ પકડ જમાવી લીધી હતી.