સોશિયલ મીડિયા પરની એક પોસ્ટમાં, સિટી મેન્ટલ હેલ્થ એલાયન્સના પોપી જમાને જણાવ્યું હતું કે કેવી રીતે એશિયન મહિલાઓએ સાડીઓ સાથે ફેસિનેટર પહેર્યો હતો.
પોપીએ કહ્યું હતું કે “સાડીઓ પહેરીને અમારી મિત્રો 5 અલગ-અલગ દેશોમાંથી આવી હતી અને અમે તેમની સાથે અમારી બ્રિટિશ એશિયન હેરિટેજ શેર કરતા આનંદ અને ગર્વ અનુભવ્યો હતો. એસ્કોટ ખાતે એશિયન મહિલાઓનું આટલું વિશાળ જૂથ પ્રથમ વખત જોવા મળ્યું હતું. આપણા દેશની સિગ્નેચર સમર ઈવેન્ટ્સમાંની એકમાં આવીને ખૂબ જ સારું લાગ્યું. લાંબા સમય બાદ પ્રથમ વખત હું ‘મુખ્ય પ્રવાહની’ સામાજિક ઇવેન્ટમાં હાજર રહી હતી. તે મને સંપૂર્ણપણે કનેક્ટેડ લાગ્યું હતું. અમે ભારત અને બાંગ્લાદેશની એથિકલ ફેશન અને હેન્ડલૂમ સાડીઓ પ્રત્યે જાગૃતિ લાવી રહ્યા છીએ. અમે આપણા મૂળ દેશોમાં હેલ્થકેર, મહિલા કારીગરો અને તેમના બાળકો માટે રસીકરણ માટે ભંડોળ એકત્ર કર્યું છે.”