- મિનરીત કૌર દ્વારા
જ્યારે મેં સાંભળ્યું કે સાડી પહેરેલી મહિલાઓ આ વર્ષે રોયલ એસ્કોટમાં જવાની યોજના બનાવી રહી છે, ત્યારે મારે આખી વિગતો જાણવા માટે થોડો સમય કાઢવો પડ્યો હતો.
NHS ડૉક્ટર અને મેડિકોસ મહિલા ચેરિટીના સ્થાપક દિપ્તી જૈનને એક પહેલ દ્વારા રોયલ એસ્કોટ ‘મહિલા દિવસ’ પર સાઉથ એશિયાની મહિલાઓને સાડી પહેરવા માટે એકસાથે લાવવાનો રચનાત્મક વિચાર આવ્યો હતો અને હું તેમની સખાવતી પહેલને સમર્થન આપવા માંગતી હતી. તેઓ ભારતમાં ક્લિનિક સ્થાપવાની યોજનાને સમર્થન આપી રહ્યા છે. આ કાર્યક્રમમાં જોડાનાર એશિયન મહિલાઓએ વ્યક્તિ દીઠ £5નું દાન આપ્યું હતું અને 1,000 ટિકિટનું વેચાણ કર કુલ £5,000 એકત્ર કરવાનું લક્ષ્ય હતું.
‘’મને ભારતીય પોશાક પહેરવાનું ગમે છે, હું સાડી જાતે પહેરી શકતી ન હોવાથી હું સ્વીકારું છું કે હું સાડીની મોટી ચાહક નથી. મેં 14 વર્ષ પહેલાં સાડી પહેરી ત્યારે તે સાડી ભારે હોવાથી મને આરામદાયક અને સારી લાગી ન હતી. રોયલ એસ્કોટ પહેલા મેં અને મારી મમ્મીએ સુંદર ઘેરી ગુલાબી સાડી શોધી કાઢી હતી. પરંતુ મમ્મી કામ પર જતા મને ચિંતા થઇ હતી. પરંતુ મારી મિત્રની માતાએ માત્ર પાંચ મિનિટમાં જ તે ખૂબ સુંદર રીતે પહેરાવી દીધી હતી. અગાઉ રોયલ એસ્કોટમાં ગઇ ન હોવાથી, મને ખાતરી નહોતી કે ત્યાં શું અપેક્ષા રાખવી.’’
‘’એસ્કોટ રેસમાં ભાગ લેનારાથી ભરેલું હતું, ત્યાં ખાણી-પીણીના ઘણા સ્ટોલ હતા. લાઇવ રેસને જીવંત જોવાનું મનોરમ્ય હતું. જો કે મેં ઘોડા પર કોઈ દાવ લગાવ્યો ન હતો. ગયા ગુરુવારે તા. 16ના રોજ રોયલ એસ્કોટના ત્રીજા દિવસે, લેડીઝ ડેના રોજ મેં વિન્ડસર એન્ક્લોઝરમાં સેંકડો એશિયન મહિલાઓને, ટેબલ પર, ઘાસ પર બેઠેલી અને ખાણી-પીણીનો આનંદ માણતી જોઈ હતી. કેટલીક મહિલાઓએ પિકનિક પ્લેટર્સનું આયોજન કર્યું હતું તો કેટલીક મહિલાઓ સાડી અને ફેસિનેટર પહેરીને આપણા સમુદાયનું પ્રતિનિધિત્વ કરતી હતી. વિવિધ રંગની સાડીઓના રંગોની હારમાળા હતી, તે ખરેખર અદ્ભુત હતું. 28 ડીગ્રી સેલ્સીયસ ગરમીમાં મને મારી સાડીમાં ખરેખર ગરમી લાગતી હતી, પરંતુ મને ગર્વની લાગણી પણ થતી હતી અને આત્મવિશ્વાસ અનુભવતી હતી.’’
‘’હું કાર્યક્રમમાં કાર લઇને ગઇ તે ખોટો નિર્ણય હતો. પરંતુ અમારો બધાનો સરસ અનુભવ હતો અને તે યાદગાર દિવસ હતો. સાડીઓમાં એશિયન મહિલાઓએ જોરદાર છાપ ઉભી કરી હતી. મને ખાતરી નથી કે આવતા વર્ષે આ બધું ફરીથી કરવા માટે મારી પાસે ઊર્જા હશે, પરંતુ હું ચોક્કસપણે સાડી પહેરવાના પ્રેમમાં પડી ગઇ છું અને બ્રિટિશ ઇવેન્ટ્સમાં તેને વધુ પહેરવાનું પસંદ કરીશ.’’