સુપ્રીમ કોર્ટે રેપ કેસમાં આસારામને જામીન આપવાનો ઇનકાર કર્યો હતો. આસારામ હાલમાં સગીરા સાથેના બળાત્કારના મામલે જોધપુર જેલમાં છે. આસારામે જામીન માટે સુપ્રીમ કોર્ટમાં અરજી કરી હતી. જોકે, સુપ્રીમ કોર્ટે આસારામની અરજી પર સુનાવણી કર્યા બાદ જામીન આપવાનો ઈનકાર કર્યો છે. સુપ્રીમ કોર્ટે કહ્યું કે આ મામલામાં હજુ કોર્ટમાં ટ્રાયલ ચાલી રહી છે. હવે આ જામીન અરજી મામલે જાન્યુઆરીમાં સુનાવણી કરીશું.
આ મુદ્દે આસારામે જણાવ્યુ હતું કે આ કેસમાં ધીમી ગતિએ ટ્રાયલ ચાલી રહ્યો છે, મને લાગે છે કે મારો ટ્રાયલ ક્યારેય ખત્મ થશે નહીં. આસારામના વકીલ તરફથી સુપ્રીમ કોર્ટને જણાવ્યું કે આસારામની ઉંમર વધી રહી છે અને બીમારીને લીધે તેમને જામીન આપવા જોઈએ. જો જામીન મળે છે તો આસારામની બગડતી તબિયત અને બીમારીની સારવાર કરાવી શકશે. અહીંયા નોંધવું રહ્યું કે આસારામ પર 2013માં સગીરા સાથે બળાત્કાર કરવાનો આરોપ લાગ્યો હતો. આ મામલાની સુનાવણી કરતા જોધપુર કોર્ટે 2018માં આસારામને દોષિત ઠેરવ્યા હતા અને ઉંમરકેદની સજા ફટકારી હતી.