બળાત્કારના કેસમાં રાજસ્થાનની જોધપુર સેન્ટ્રલ જેલ આજીવન કેસની સજા કાપી રહેલા 80 વર્ષીય આસારામની તબિયત બગડતા મહાત્મા ગાંધી હોસ્પિટલમાં શિફ્ટ કરવાનો કરવામાં આવ્યા હતા, એમ અધિકારીઓએ ગુરુવારે જણાવ્યું હતું.
જેલમાં કોરોના વાયરસથી સંક્રમિત હોવાની પુષ્ટી થયાના ત્રીજા દિવસે અચાનક આસારામની તબિયત વધારે લથડી હતી. કોરોનાના લીધે ઓક્સિજન લેવલ ઘટી જતા આસારામ ICUમાં સારવાર હેઠળ છે.
જોધપુરની સેન્ટ્રલ જેલમાં એક મહિનામાં લગભગ એક ડઝન કેદીઓ કોરોના પોઝિટિવ આવ્યા હતા. તમામ પોઝિટિવ કેદીઓને જેલની ડિસ્પેન્સરીમાં આઈસોલેટ કરવામાં આવ્યા હતા. આ પછી અન્ય કેદીઓમાં પણ કોરોનાના લક્ષણો જોવા મળ્યા છે. જેમાં વૃદ્ધ આસારામની તબિયત બગડતા જેલમાં કોરોના સંક્રમણની આશંકાઓ વધી ગઈ છે.
