આસામ અને મિઝોરમ સોમવારે સરહદ વિવાદ વકર્યો હતો અને સરહદ પર નવેસરથી હિંસા ફાટી નીકળતા આસામ પોલીસના છ જવાનોના મોત થયા હતા.
આસામ પોલીસે જણાવ્યું હતું કે કે મિઝોરમના કેટલાક તોફાની તત્વોએ બંને રાજ્યોની સરહદ પર પથ્થરમારો અને ફાયરિંગ કર્યું છે. આ બાબતે બંને રાજ્યોના મુખ્યપ્રધાનોએ એકબીજા પર આક્ષેપ કરીને કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહની દરમિયાનગીરીની માગણી કરી હતી. ઉલ્લેખનિય છે કે તાજેતરમાં અમિત શાહે આ મુદ્દે એક બેઠક કરી હતી.
અમિત શાહે બંને રાજ્યોના મુખ્યપ્રધાનોને ફોન કરીને વિવાદનો ઉકેલ લાવવાની સૂચના આપી હતી.
આ મુદ્દે આસામના મુખ્યપ્રધાન હિમંતા બિસ્વા અને મિઝોરમના મુખ્યપ્રધાન ઝોરમથંગા વચ્ચે ટ્વીટવોર પણ થયું હતું. મિઝારમના ઐઝવાલ, કોલાસિબ અને મામિત જીલ્લાની સહહદો આસામના ચહાર, હૈલાકાન્ડી અને કરિમગંજ જિલ્લા સાથે જોડાયેલી છે. વર્ષોથી વિવાદાસ્પદ વિસ્તાર વચ્ચે અથડામણો ચાલુ છે. બંને બાજુના લોકો એકબીજાના વિસ્તારમાં ઘુસણખોરોનો આક્ષેપ કરે છે.