ભારતના ઉત્તર-પૂર્વ રાજ્ય આસામમાં બુધવાર સવારે ભૂકંપના આંચકા અનુભવાયા હતા. જોકે કોઇ જાનહાની કે નુકસાનનના અહેવાલ મળ્યા ન હતા. ભુકંપની તીવ્રતા 6.4 હતી. આસામથી શરૂ થઇને આ ભૂકંપના આંચકા સમગ્ર રાજ્ય, ઉત્તર બંગાળ અને ઉત્તર-પૂર્વના કેટલાક હિસ્સામાં અનુભવાયા હતા.
નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજીના જણાવ્યા અનુસાર રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 6.4 હતી. તેની શરૂઆત આસામના તેજપુરથી થઈ હતી. સીસ્મોલોજી સેન્ટર મુજબ, પહેલો ભૂકંપ સવારે 7:51 વાગ્યે અને તેની થોડી મિનિટો બાદ વધુ બે આંચકા અનુભવાયા હતા ભૂકંપની તીવ્રતા એટલી વધુ હતી કે રાજ્યમાં અનેક મકાનોમાં તિરાડો પડી ગઈ હોવાના અહેવાલ છે.
ભૂકંપનો ઝટકો એટલો તીવ્ર હતો કે અસમમાં કેટલીક જગ્યાએ દિવાલોમાં તિરાડ પડી ગઈ તો કેટલીક જગ્યાએ છત તૂટી પડી છે. સોશિય મીડિયામાં લોકોએ પોતોના અનુભવ દર્શાવતા જણાવ્યું કે આ ઝટકો 30 સેકન્ડ સુધી અનુભવાયો હતો. જોકે હજુ સુધી જાનમાલના કોઈ નુકસાનની માહિતી સામે આવી નથી.