ડ્રગ કેસમાં આર્યન ખાનને બોમ્બે હાઇ કોર્ટમાં અરજી કરીને વિનંતી કરી છે કે મુંબઈ નાર્કોટિક્સ કંટ્રોલ બ્યૂરો (એનસીબી)ની ઓફિસે દર સપ્તાહે હાજર થવાની શરતમાં ફેરફાર કરવામાં આવે છે. કોર્ટે ક્રૂઝ ડ્રગ કેસમાં જામીન આપતી વખતે દર શુક્રવારે હાજર થવાની શરત રાખી હતી. આર્યન ખાને આ શરતમાં માફી માગી છે. અરજીમાં દલીલ કરવામાં આવી છે કે આ કેસની તપાસ હવે દિલ્હી એનસીબીની સ્પેશ્યલ ઇન્વેસ્ટિગેશન ટીમમાં ટ્રાન્સફર કરવામાં આવી છે, તેથી મુંબઈ ઓફિસમાં હાજર થવાની શરતને હળવી કરવામાં આવે. અરજીમાં જણાવાયું છે કે આર્યને એનસીબીની ઓફિસમાં હાજર થતી વખતે પોલીસનો કાફલો સાથે રાખવો પડે છે, કારણ કે મોટી સંખ્યામાં મીડિયા અને લોકો એકઠા થાય છે. કોર્ટ આગામી સપ્તાહે આ અરજીની સુનાવણી કરે તેવી શક્યતા છે.