ભારતીય મૂળના ટેકનોલોજી એક્ઝીક્યુટીવ અરવિંદ ક્રિશ્ના અમેરિકન આઇટી જાયન્ટ આઇબીએમના સીઇઓ (ચીફ એક્ઝીક્યુટીવ ઓફીસર) નીમાયા છે. વિશ્વકક્ષાની વારસ કે અનુગામી પ્રક્રિયા અન્વયે સીઇઓ ચૂંટાયેલા અરવિંદ ક્રિશ્ના ગીની રોમેટ્ટીના અનુગામી બન્યા છે. આઇબીએમના બોર્ડ ઓફ ડીરેકટરે અરવિંદને છઠ્ઠી એપ્રિલથી સીઇઓ અને બોર્ડ ઓફ ડીરેકટરના સભ્યપદે ચૂંટ્યા છે.
અરવિંદ ક્રિશ્ના હાલમાં ક્લાઉડ એન્ડ કોગ્નિટીવ સોફ્ટવેરના સીનિયર વાઇસ પ્રેસીડેન્ટ છે. 62 વર્ષના ગીરી રોમેટ્ટી કંપની સાથે 40 વર્ષ કામ કર્યા બાદ વર્ષના અંતે નિવૃત્ત થશે. હાલ 57 વર્ષના ક્રિષ્ના 1990માં આઇબીએમમાં જોડાયા હતા. તેઓ આઇઆઇટી કાનપુરના અન્ડર ગ્રેજ્યુએટ તથા ઇલીનોઇસ યુનિવર્સિટીમાંથી ઇલેક્ટ્રીક્લ એન્જીનિયરીંગમાં પીએચડીની ડીગ્રી ધરાવે છે.
કંપનીના સીઇઓ બનતા ક્રિશ્નાએ ગૌરવની લાગણી દર્શાવી હતી. આઈબીએમના સીઇઓ પદે ક્રિશ્નાની નિયુક્તિ બાદ બહુ રાષ્ટ્રીય કંપનીઓ એકઝીક્યુટીવોની યાદીમાં ભારતીય મૂળના તજજ્ઞોની યાદી લાંબી થતી જાય છે. માઇક્રોસોફ્ટમાં સત્ય નડેલા, ગૂગલમાં સુંદર પીચાઇ, માસ્ટર કાર્ડમાં અજય બગ્ગા, એડોબેમાં શાંતનુ નારાયણ સીઇઓ છે.