(ANI Photo/ Amit Sharma)

લોકસભા ચૂંટણીના પ્રારંભના એક અઠવાડિયા પહેલા  કથિત દારૂ નીતિ કૌભાંડમાં ધરપકડ કરવામાં આવેલા વિપક્ષી નેતાઓ દિલ્હીના મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલ અને તેલંગાણાના ભૂતપૂર્વ મુખ્યપ્રધાન કેસીઆરની સાંસદ પુત્રની ન્યાયિક કસ્ટડીને મંગવારે વધુ 24 દિવસ માટે લંબાવવામાં આવી હતી. આમ આદમી પાર્ટીના વડા અને ભારત રાષ્ટ્ર સમિતિના નેતા બંને હાલમાં દિલ્હીની તિહાર જેલમાં છે. બંનેને હવે આગામી 7 મેના રોજ કોર્ટમાં રજૂ કરાશે.

કેજરીવાલની કેન્દ્રીય તપાસ એજન્સી એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે 21 માર્ચે ધરપકડ કરી હતી. આ પછી હાઇકોર્ટ અને સુપ્રીમ કોર્ટમાંથી પણ કોઇ રાહત મળી નથી. અગાઉ દિલ્હી હાઈકોર્ટે જામીન અરજીને ફગાવી દીધી હતી હતી અને નોંધ્યું હતું કે EDએ તેના દાવાને સમર્થન આપવા માટે પૂરતી સામગ્રી દાખલ કરી છે. કેજરીવાલ કથિત રીતે હવે રદ કરાયેલી દારુ નીતિ બનાવવામાં અને AAPના ચૂંટણીપ્રચાર માટે ₹ 100 કરોડની લાંચની લીધી હોવાનો તેમના પર આરોપ છે.

 

LEAVE A REPLY