
દિલ્હી વિધાનસભા ચૂંટણીની જાહેરાત પછી સીએમ અરવિંદ કેજરીવાલે દિલ્હીના લોકો પાસે કામના આધારે વોટ માંગ્યા છે. કેજરીવાલનું કહેવું છે કે જો અમે કામ કર્યું છે તો સામાન્ય લોકો વોટ આપે, કામ ના કર્યું હોય તો વોટ ના આપતા. રાજધાની દિલ્હીમાં એક પ્રેસ કોન્ફરન્સમાં કેજરીવાલે આ વાત કહી હતી. કેજરીવાલે કહ્યું હતું કે મેં દિલ્હીના મુખ્યમંત્રી તરીકે કામ કર્યું છે. સારી સ્કૂલમાં બધા લોકો અભ્યાસ કરે છે. અમે પાણી પહોંચાડ્યું તો એ વિચાર કર્યો નથી કે કોના ઘરે પાણી પહોંચાડ્યું છે.
અમે બીજેપીવાળા ના ઘરે પણ જઈને કહીશું કે 70 વર્ષમાં પ્રથમ વખત પાણી પહોંચાડ્યું છે. કેજરીવાલે કહ્યું હતું કે અમે કહીશું કે જો તમે સરકાર બદલી તો તમારી સ્કૂલ અને હોસ્પિટલ ખરાબ થઈ જશે. આ વખતનો વોટ તમે કામના નામ ઉપર આપજો. કેજરીવાલે દિલ્હીના કામના આધારે વોટ માંગવાની વાત પણ કહી હતી. દિલ્હીના સીએમે કહ્યું હતું કે અમારે ગાળો વાળી રાજનીતિ કરવી નથી.
આ દરમિયાન ગૃહ મંત્રી અમિત શાહ પર કટાક્ષ કરતા કહ્યું હતું કે દિલ્હીના એક કાર્યક્રમ દરમિયાન શાહ પાસે દિલ્હીના વિકાસની વાત કરવાની આશા હતી પણ તેમનું ભાષણ તેના ઉપર ન હતું. અમે તેમની ગાળોનો જવાબ ગાળોથી આપીશું નહીં. જો તેમની પાસે દિલ્હી માટે સારું વિઝન છે તો અમે પોતાના મેનિફેસ્ટોમાં પણ મુકીશું અને પુરા કરીશું.
