ગુજરાતી રંગભૂમિ અને ચિત્રપટના જાણીતા કલાકાર અરવિંદ રાઠોડનું ગુરુવારે દુઃખદ નિધન થયું હતી. દિગ્ગજ કલાકારના નિધનથી ગુજરાતી ફિલ્મજગતમાં શોકનો માહોલ છવાઇ ગયો હતો. તેમની ઉંમર 80 વર્ષ હતી અને ઘણા સમયથી બિમાર હતા.
અરવિંદ રાઠોડ ફોટો-જર્નલિસ્ટમાંથી એક્ટર બન્યા હતા. તેમણે ગુજરાતી તથા હિંદી બંને ફિલ્મમાં કામ કર્યું હતું. ગુજરાતી સિનેમામાં અરવિંદ રાઠોડ મોટે ભાગે વિલનનો રોલ કરતા હતા.
અરવિંદ રાઠોડે 70ના દાયકામાં અભિનયની શરૂઆત કરી હતી. તેમણે ‘જ્હોની ઉસકા નામ’, ‘બદનામ ફરિશ્તે’, ‘મહાસતી સાવિત્રી’, ‘કોરા કાગઝ’, ‘ભાદર તારા વહેતા પાણી’, ‘સોન કંસારી’, ‘સલામ મેમસાબ’, ‘ગંગા સતી’, ‘મણિયારો’, ‘જાગ્યા ત્યારથી સવાર’, ‘મા ખોડલ તારો ખમકારો’, ‘મા તેરે આંગન નગારા બાજે’, ‘અગ્નિપથ’, ‘ખુદા ગવાહ’, ‘અબ તો આજા સાજન મેરે’ સહિત 250થી વધુ ફિલ્મમાં કામ કર્યું હતું.