લંડન ખાતે 21મી જૂનના રોજ ધ ગ્રેટ હોલ, લિંકન્સ ઇનમાં યોજાયેલા પાકિસ્તાન સોસા યટીના 68મા વાર્ષિક ડિનરમાં પાકિસ્તાનના હાઇ કમિશનર મોઝમ અહમદ ખાન અને એમ્બેસેડર લીના સલીમ મોઝમ દ્વારા પ્રખ્યાત બ્રિટિશ અભિનેતા આર્ટ મલિકને પાકિસ્તાન સોસાયટી દ્વારા ઝીણા મેડલ એનાયત કરાયો હતો.
કીનોટ સ્પીકર તરીકે જાણીતા આર્કિટેક્ટ પ્રો. યાસ્મીન લારી, જીસસ કોલેજ, કેમ્બ્રિજના સસ્ટેનેબલ ડિઝાઇનના વિઝિટિંગ પ્રોફેસર અને પાકિસ્તાનના હેરિટેજ ફાઉન્ડેશનના સહ-સ્થાપક સર આર્થર માર્શલ ઉપસ્થિત રહ્યા હતા. આ ઇવેન્ટને બેસ્ટવે, UBL UK, બ્રિટિશ પાકિસ્તાન ફાઉન્ડેશન અને HBL બેંક યુકે દ્વારા સ્પોન્સર કરવામાં આવી હતી.
પાકિસ્તાનના રાષ્ટ્રપતિ, ડૉ. આરિફ અલ્વીએ પેટ્રન તરીકેના સંદેશમાં કહ્યું હતું કે “મને એ નોંધતા આનંદ થાય છે કે સોસાયટીએ ઘણા દાયકાઓથી પાકિસ્તાન અને યુનાઇટેડ કિંગડમ વચ્ચે લોકો વચ્ચેના સંબંધો અને નાગરિક સમાજના સહકારને વધાર્યો છે.”
પાકિસ્તાનના હાઈ કમિશનર મોઝ્ઝમ અહમદ ખાન, પાકિસ્તાન સોસાયટીના અધ્યક્ષ સર વિલિયમ બ્લેકબર્ને પ્રસંગિક પ્રવચનો કર્યા હતા.
આ પુરસ્કાર પાકિસ્તાનમાં જન્મેલા બ્રિટિશ અભિનેતા, આર્ટ મલિકને, ટેલિવિઝન અને થિયેટર, તેમજ દૃષ્ટિહીન લોકો માટે તેમના પરોપકારી કાર્ય અને ફિલ્મમાં આજની તારીખ સુધી 45 વર્ષની આંતરરાષ્ટ્રીય કારકિર્દીમાં તેમની ઘણી નોંધપાત્ર સિદ્ધિઓને માન્યતા આપવા માટે આપવામાં આવે છે. તેઓ છેલ્લા ચાર દાયકામાં આર્ટ લંડનના વેસ્ટ એન્ડથી ન્યૂયોર્કના બ્રોડવે સુધી વૈશ્વિક મંચ પર સતત સ્થાન ધરાવે છે, જેમાં 44 થી વધુ ટેલિવિઝન પ્રોડક્શન્સ અને 34 થી વધુ ફીચર ફિલ્મોનો સમાવેશ થાય છે. તેઓ ગ્રેહામ લેટન ટ્રસ્ટના સહ-અધ્યક્ષ છે જેમના લેટન રહેમતુલ્લા બેનેવોલન્ટ ટ્રસ્ટ હોસ્પિટલો અને ક્લિનિક્સ પાકિસ્તાનમાં 56 મિલિયનથી વધુ દર્દીઓને મફત આંખની સંભાળ પૂરી પાડે છે.”