Arsad Warsi and his wife banned from stock market operations
(ANI Photo)

મૂડીબજારની નિયમનકારી સંસ્થા સેબીએ અભિનેતા અરસદ વારસી, તેની પત્ની મારિયા ગોરેત્તી અને અન્ય 40થી વધુ લોકોને શેરના ભાવમાં મેનિપ્યૂલેશન કરવા બદલ માર્કેટમાં ભાગ લેવા પર પ્રતિબંધ મૂક્યો છે. આ તમામે યુટ્યૂબ ચેનલો પર વીડિયો મૂકીને રોકાણકારોને ગેરમાર્ગે દોર્યા હતા અને બે કંપનીઓના શેરમાં મેનિપ્યૂલેશન કરી કમાણી કરી હતી.

સાધના બ્રોડકાસ્ટ લિમિટેડ અને શાર્લાઈન બ્રોડકાસ્ટ લિમિટેડના શેર ખરીદવાની ભલામણ કરતા વીડિયો યુટ્યૂબ ચેનલો પર અપલોડ કરવા અંગેનો આ કેસ છે. તેમાં અરસદ વારસી અને તેની પત્ની ઉપરાંત સાધના બ્રોડકાસ્ટના કેટલાક પ્ર્મોટરો પણ સંડોવાયેલા છે. સેબીએ આ તમામ પર માર્કેટમાં ભાગ લેવા પર પ્રતિબંધ મૂકવા છે. આ ઉપરાંત રૂ.54 કરોડનો ગેરકાયદે ફાયદો મેળવ્યો છે તે પરત કરવાનો પણ આદેશ કર્યો છે. સાધના બ્રોડકાસ્ટના કેસમાં સેબીએ નોંધ્યું કે અરસદ વારસીએ રૂ.29.43 લાખનો નફો રળ્યો અને તેની પત્નીએ રૂ.37.56 લાખનો નફો રળ્યો હતો.

સેબીને મળેલી ફરિયાદને પગલે તેણે એપ્રિલ-સપ્ટેમ્બર 2022 દરમિયાન તપાસ કરી હતી જેમાં માલૂમ થયું હતું કે આ બન્ને કંપનીઓના શેરના ભાવ અને વોલ્યૂમ બન્નેમાં એપ્રિલથી 15 જુલાઈ 2022 દરમિયાન વધારો થયો હતો. જુલાઈ 2022ના મધ્યમાં ધ એડવાઈઝર અને મનીવાઈઝ નામની બે યુટ્યૂબ ચેનલો પર સાધના બ્રોડકાસ્ટ વિશે ખોટા અને ગેરમાર્ગે દોરતા વીડિયો અપલોડ થયા હતા.

LEAVE A REPLY