Arrest and release of AAP leader Gopal Italia in Surat
આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશના પ્રમુખ ગોપાલ ઈટાલિયા (ANI Photo)

ગુજરાતના ગૃહરાજ્ય પ્રધાન હર્ષ સંઘવી અંગે વિવાદાસ્પદ ટીપ્પણી બદલ સુરત ક્રાઇમ બ્રાન્ચે ગુજરાત આમ આદમી પાર્ટી (AAP)ના નેતા ગોપાલ ઈટાલીયાની ધરપકડ કરી હતી. ઇટાલિયાએ ગયા વર્ષે નવેમ્બરમાં ગુજરાતની ચૂંટણી પહેલા એક રેલીમાં હર્ષ સંઘવીને ડ઼્રગ સંઘવી કહ્યાં હતા. ધરપકડ પછી તેમને જામીન પર મુક્ત કરાયા હતા.

ભાજપના કાર્યકરની ફરિયાદને પગલે પોલીસે આ કાર્યવાહી કરી હતી. ફરિયાદમાં કહેવામાં આવ્યું છે કે ઇટાલિયાએ એક આદરણીય વ્યક્તિની બદનક્ષી કરી છે. આ અંગે પ્રતિક્રિયા આપતા દિલ્હીના મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલે ટ્વીટ કરીને જણાવ્યું હતું કે ગુજરાત ચૂંટણીમાં AAPના પ્રદર્શનથી “આંચકો” પામેલા ભાજપે ઇટાલિયાની ધરપકડ કરી હતી.

હવે ભાજપનો એક જ ઉદ્દેશ્ય છે કે, આમ આદમી પાર્ટીને કેવી રીતે ખતમ કરવી. આ લોકો એક પછી એક બધાને જેલમાં નાખશે. ઇટાલિયાએ પણ ટ્વીટ કર્યું કે આમ આદમી પાર્ટીએ ગુજરાતમાં તેની તાકાત બતાવી છે. ત્યારથી ભાજપ ડરી ગયો છે. ભ્રષ્ટ ભાજપ આમ આદમી પાર્ટીને ખતમ કરવા માંગે છે. અમે જેલ કે ટ્રાયલથી ડરતા નથી. અમે ગમે તે રીતે લડતા રહીશું, અમે જીતીશું. ગુજરાતની 182 સભ્યોની વિધાનસભામાં AAPને માત્ર પાંચ બેઠકો મળી હતી. સુરતની કતારગામ બેઠક પરથી ચૂંટણી લડનાર ઈટાલિયા પોતે હાર્યા હતા.

LEAVE A REPLY