હેલિકોપ્ટર દુર્ઘટનામાં જનરલ બિપિન રાવત અને અન્ય લોકોના આકસ્મિક અવસાનથી સમગ્ર દેશને આઘાત લાગ્યો છે. પરંતુ તેમની વિરુદ્ધ થયેલી અપમાનજનક ટીપ્પણીને પગલે ગુજરાત અને મધ્યપ્રદેશમાં એક એક વ્યક્તિની ધરપકડ કરવામાં આવી હતી. આવી અયોગ્ય
કર્ણાટકમાં ગૃહપ્રધાન અરાગા જ્ઞાનેન્દ્રએ દિવંગત ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અંગેની વાંધાજનક ટીપ્પણી પોસ્ટ કરનારા રાષ્ટ્રવિરોધી તત્વો સામે કડક કાર્યવાહી કરવાનો પોલીસને આદેશ આપ્યો હતો. પ્રધાને આવા તત્વોને તેમના વિકૃત મગજને અનુરુપ હોય તેવી સજા કરવાની પણ જાહેરાત કરી હતી.
ભરુચ જિલ્લામાં શુક્રવારે ફિરોઝ દિવાન નામના વ્યક્તિની ધરપકડ કરવામાં આવી હતી. તેને જનરલ રાવતને શ્રદ્ધાંજલિ આપનારા એક યુઝરની ફેસબૂક પોસ્ટમાં નીચે કમેન્ટમાં જનરલ અંગે કથિત વાંધાજનક શબ્દોનો ઉપયોગ કર્યો હતો. ફિરોઝ દિવાન સામે આઇપીસીની કલમ 153 (રમખાણો ઊભા કરવાના ઇરાદે ઉશ્કેરણી), 153 (બી) (રાષ્ટ્રીય એકતા સામે પૂર્વગ્રહયુક્ત આક્ષેપો) અને 504 (શાંતના ભંગ માટે ઇરાદાપૂર્વકની ઉશ્કેરણી) સહિતની કલમ હેઠળ આરોપ મૂકવામાં આવ્યા છે.
ભારતના પ્રથમ ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ જનરલ રાવત અને તેમના પત્ની મધુલિકા તથા અન્ય 11 વ્યક્તિઓનું 8 ડિસેમ્બરે તમિલનાડુમાં હેલિકોપ્ટર દુર્ઘટનામાં નિધન થયું હતું.
ફેસબુક પર વાંધાજનક પોસ્ટ મૂકવા બદલ શનિવારે મધ્યપ્રદેશના ખંડવા જિલ્લામાં દુર્ગેશ વાસ્કેલેની ધરપકડ કરવામાં આવી હતી. દુર્ગેશ સામે આઇપીસીની કલમ 153A (બે જૂથો વચ્ચે સંઘર્ષ માટે ઉશ્કેરણી) અને 153(B) હેઠળ ફરિયાદ દાખલ કરવામાં આવી છે.
દુર્ગેશ જય આદિવાસી યુવા શક્તિનો સભ્ય હોવાનું માનવામાં આવે છે. દુર્ગેશ તેની પોસ્ટમાં કથિત રીતે લખ્યું હતું કે “તમે અમારા 14 લોકોની હત્યા કરી છે અને બદલામાં કુદરત તમારા 13 સૈનિકોને ભરખી ગઈ છે.” દુર્ગેશે તેની પોસ્ટમાં દેખિતી રીતે નાગાલેન્ડમાં સૈનિકોના ફાયરિંગમાં 13 લોકોના મોત તરફ ઇશારો કર્યો હતો. ભાજપના સ્થાનિક ધારાસભ્ય રામ દાનગોરેએ દુર્ગેશ સામે પગલાં લેવાની માગણી કરી હતી. જોકે વિપક્ષ કોંગ્રેસે આક્ષેપ કર્યો હતો કે ભાજપના આઇટી સેલના સ્થાનિક વડાએ દુર્ગેશની ફેસબુક પોસ્ટને સમર્થન આપ્યું હતું.