દાન, દાતા અને દિલદારી જોવી હોય તો ભારતના લોકોને મળવુ પડે. જી હા… અરોરા ગૃપના નામે હોટેલ અને હોસ્પિટાલીટી ક્ષેત્રે વિખ્યાત અને વિશાળ કારોબાર ધરાવતા સુરિન્દર અરોરા આવા દાતા પણ છે ને દિલદાર પણ છે.
રોગચાળાના આ કપરા સમયમાં યોગ્ય કામ કરવા માટે કેટલાક બોસીસને વિચાર કરવાની જરૂર પડે છે. પરંતુ સુરિન્દર અરોરા જેવા લોકોને વિચારવાની કે ગણતરી માંડવાની જરૂર પડતી નથી. O2 અરેનાની બાજુમાં થેમ્સની સાઇડે એક્સેલ સેન્ટર ખાતે નવી શરૂ થયેલી કામચલાઉ નાઈટીંગેલ હોસ્પિટલમાં સેવા આપતા NHSના ડોક્ટર્સ અને મેડિક્સ માટે સુરિન્દર અરોરાએ પોતાની ઇન્ટરકોન્ટિનેન્ટલ હોટેલના દરવાજા ખોલી નાંખ્યા છે.
સુરિન્દર અરોરાએ પોતાની ઇન્ટરકોન્ટિનેન્ટલ હોટેલના 453 બેડરૂમ્સ અને 40 સર્વિસ ફ્લેટ્સ હોસ્પિટલના ડોક્ટર્સ અને મેડિક્સને રહેવા માટે સાવ જ મફતમાં આપી દીધા છે. બિલીયોનેર સુરિન્દર અરોરા ફ્રન્ટ લાઇન હેલ્થ વર્કર્સની હિંમત અને સેવાથી એટલા પ્રભાવિત થયા હતા કે તેમણે આ નિર્ણય લેવા માટે પળનો પણ વિલંબ કર્યો નહતો.
અરોરા કહે છે કે, “એનએચએસમાં રહેલા છોકરા-છોકરીઓ પોતાનું જીવન દાવ પર લગાવે છે ત્યારે જો આપણે તેમનુ જીવન તેમની આરામની પળોમાં હળવુ બનાવી શકીએ તો આપણે આ ભયાનક વાયરસથી છુટકારો મેળવવા તે કરવુ જોઇએ. માત્ર બેડરૂમ્સના કારણે જ નહિ પણ આ હોટેલનો બોલરૂમ આખા યુરોપનો સૌથી મોટો અને તે પણ પીલર વગરનો છે.
સલામ સુરિન્દર અરોરા.