યુવા બાબતો અને રમત મંત્રાલયે બુધવારે રાષ્ટ્રીય રમત પુરસ્કારો 2023ની જાહેરાત કરી હતી. મેજર ધ્યાનચંદ ખેલ રત્ન પુરસ્કાર 2023 ચિરાગ ચંદ્રશેખર શેટ્ટી અને રેન્કીરેડ્ડી સાત્વિક સાઈ રાજને બેડમિન્ટનમાં તેમના અમૂલ્ય યોગદાન માટે આપવામાં આવશે. આ ઉપરાંત ભારતીય ફાસ્ટ બોલર મોહમ્મદ શમી સહિત 26 ખેલાડીઓને સ્પોર્ટ્સ અને ગેમ્સ 2023માં ઉત્કૃષ્ટ પ્રદર્શન માટે અર્જુન પુરસ્કાર આપવામાં આવશે.
મત્રાલયે કહ્યું હતું કે સમિતિઓની ભલામણોના આધારે અને યોગ્ય તપાસ બાદ સરકારે આ તમામ ખેલાડીઓ, કોચ અને સંસ્થાઓને એવોર્ડ માટે પસંદ કર્યા છે. મંત્રાલયે તમામ પુરસ્કારો મેળવનાર ખેલાડીઓ, કોચ અને સંસ્થાઓની યાદી પણ જાહેર કરી હતી.
આ તમામ રાષ્ટ્રીય ખેલ પુરસ્કાર 9 જાન્યુઆરી 2024ના રોજ રાષ્ટ્રપતિ ભવનમાં આયોજિત એક મોટા કાર્યક્રમ દરમિયાન આપવામાં આવશે.
અર્જૂન એવોર્ડ વિજેતા
ઓજસ પ્રવિણ દેવતલે – તીરંદાજી
અદિતિ ગોપીચંદ સ્વામી – તીરંદાજી
શ્રીશંકર એમ – એથ્લેટિક્સ
પારુલ ચૌધરી – એથ્લેટિક્સ
મોહમ્મદ હુસામુદ્દીન – બોક્સિંગ
આર વૈશાલી – ચેસ
મોહમ્મદ શમી – ક્રિકેટ
અનુષ અગ્રવાલા – ઘોડેસવાર
દિવ્યકૃતિ સિંહ – અશ્વારોહણ ડ્રેસ
દીક્ષા ડાગર – ગોલ્ફ
કિશન બહાદુર પાઠક – હોકી
પુખરમ્બમ સુશીલા ચાનુ – હોકી
પવન કુમાર – કબડ્ડી
રિતુ નેગી – કબડ્ડી
નસરીન – ખો-ખો
પિંકી – લૉન બાઉલ્સ
ઐશ્વરી પ્રતાપ સિંહ તોમર – શૂટિંગ
એશા સિંહ – શૂટિંગ
હરિન્દર પાલ સિંહ સંધુ – સ્ક્વોશ
આયિકા મુખર્જી – ટેબલ ટેનિસ
સુનીલ કુમાર – કુસ્તી
એન્ટિમ – કુસ્તી
નાઓરેમ રોશિબિના દેવી – વુશુ
શીતલ દેવી – પેરા તીરંદાજી
ઇલુરી અજય કુમાર રેડ્ડી – બ્લાઇન્ડ ક્રિકેટ
પ્રાચી યાદવ – પેરા કેનોઇંગ