(ANI Photo)
અજય દેવગન અભિનિત સુપર હિટ ફિલ્મોમાં સિંઘમની બંને ફિલ્મો અગ્રેસર છે. સિંઘમ અને સિંઘમ રીટર્ન્સની સફળતા પછી રોહિત શેટ્ટીએ હવે સિંઘમ અગેઈનના નિર્માણ માટે તૈયારીઓ શરૂ કરી છે. આ ફિલ્મમાં રોહિત શેટ્ટી ચાર સુપરકોપને મેદાને ઉતારશે અને તેની સામે વિલન તરીકે અર્જુન કપૂરની પસંદગી કરવામાં આવી છે.
રોહિત શેટ્ટીએ સૂર્યવંશી ફિલ્મમાં અક્ષયકુમારને મદદ કરવા માટે સિમ્બા (રણવીર સિંહ) અને સિંઘમ (અજય દેવગન)ને મેદાને ઉતાર્યા હતા. આ અખતરો સફળ રહ્યા પછી તેઓ ચોથા સુપર કોપ તરીકે લેડી સિંઘમના રોલમાં દીપિકા પાદુકોણની પસંદગી કરવામાં આવી છે.
આ ઉપરાંત સ્પેશિયલ ભૂમિકામાં ટાઈગર શ્રોફને પણ ફાઈનલ કર્યો છે. સિંઘમ અગેઈનમાં અર્જુન કપૂરની ભૂમિકા પડકારજનક હોવાનું ચર્ચાઈ રહ્યું છે ત્યારે તેના કેરેક્ટર અંગે પણ ખુલાસો થયો છે. અર્જુન કપૂર આ ફિલ્મમાં વિલનનો રોલ કરશે. અર્જુને પોતાના રોલ માટે તૈયારીઓ શરૂ કરી દીધી છે. દૃશ્યમ અને ગદર જેવી બ્લોકબસ્ટર ફિલ્મોની સીક્વલને મળેલી સફળતાએ સિંઘમની ટીમનો આત્મવિશ્વાસ વધાર્યો છે.
સિંઘમ ફિલ્મોની ખાસિયત એ છે કે તે એક્શન અને અસરદાર સંવાદોથી ભરપૂર હોય છે. તેથી દરેક પાત્રની આગવી ઓળખ ઊભી થાય તેવા પ્રયાસ કરવામાં આવશે. રોહિત શેટ્ટી અને તેમની ટીમે સ્ક્રિપ્ટ ઉપરાંત વીએફએક્સને પણ મહત્ત્વ આપ્યું છે.

LEAVE A REPLY