ઓટીટી પ્લેટફોર્મ ઝીફાઈવ પર વધુ એક રસપ્રદ ડ્રામા આવી રહ્યો છે જેનું નામ છે ‘સ્ટેટ ઓફ સીજ’. મુંબઈમાં થયેલા ત્રાસવાદી હુમલા દરમ્યાન ભારતના જાંબાઝ એનએસજી કમાન્ડોએ કઈ રીતે ઓપરેશન પાર પાડ્યું હતું તેની વાર્તા આ શોમાં રજૂ કરવામાં આવશે.આ એક્શન-ડ્રામામાં દર્શકો સામે ૬૦ કલાકના આતંક અને અથડામણની એ ગોઝારી ઘટના ફરી ઊભી થશે જેમાં અનેક બહાદુરોએ પોતાની જિંદગી દેશને નામ કરી દીધી હતી.

https://www.instagram.com/p/B8NfbhLAJm-/?utm_source=ig_web_copy_link

તાજેતરમાં આ શોનો પ્રોમો પણ લોન્ચ થયો છે. આ શોથી જાણીતા ટીવી સ્ટાર્સ અર્જુન બિજલાની અને વિવેક દહિયા ડિજિટલ ડેબ્યુ કરશે. અર્જુન બિજલાનીએ ‘ઈશ્ક મેં મરજાવાં’, ‘નાગિન’, ‘મિલે જબ હમ તુમ’ જેવા શોમાં કામ કર્યું છે તો વિવેક દહિયા ‘યે હૈ મોહબ્બતેં’, ‘કયામત કી રાત’ જેવી સિરિયલોમાં અભિનય કરી ચૂક્યો છે. આ સિવાય બોલિવુડ અભિનેતા અર્જન બાજવા પણ જોવા મળશે.

https://www.instagram.com/p/B6-ZEhAAk-u/?utm_source=ig_web_copy_link

મુંબઈમાં થયેલા આ હૂમલા પર અગાઉ પણ ફિલ્મ બની ચૂકી છે. રામ ગોપાલ વર્માએ ધ અટૅક્સ ઑફ 26/11 નામની થ્રિલર ફિલ્મ બનાવી હતી તો તે હૂમલા વખતે તાજ હોટલના સ્ટાફે કઈ રીતે રિએક્ટ કર્યું, તેમની પરિસ્થિતિ કેવી હતી તેના પર બનેલી ફિલ્મ હોટલ મુંબઈ તાજેતરમાં- 29મી નવેમ્બરે રિલીઝ થઈ. સ્ટેટ ઑફ સિજ સંદીપ યુનિથનની બૂક ‘બ્લૅક ટોર્નાડો’ પર આધારિત છે.