REUTERS/Agustin Marcarian
ફ્લોરિડામાં માયામી ગાર્ડન્સ ખાતે રવિવારે કોપા અમેરિકા ફૂટબોલની ફાઈનલમાં એકસ્ટ્રા ટાઈમમાં કોલમ્બીઆને 1-0થી હરાવી આર્જેન્ટીના ચેમ્પિયન બન્યું હતું.
લાયોનેલ મેસ્સી ઈજાગ્રસ્ત થવાના કારણે આખી મેચ રમી શક્યો નહોતો અને બહાર નિકળવાનું થતાં તેના ચહેરા ઉપર અફસોસ છવાયો હતો, પણ આખરે ટીમ ચેમ્પિયન બનતા તે ખુશીથી ઝુમી ઉઠ્યો હતો. મેચના રાબેતા મુજબના સમયમાં બન્ને ટીમ ગોલ કરી શકી નહોતી, પણ એ પછી મેચ એકસ્ટ્રા ટાઈમમાં જતાં મેસ્સીના સ્થાને આવેલા સબસ્ટિટ્યુટ સ્ટ્રાઈકર લાઉટારો માર્ટિનેઝે 112મી મિનિટે ગોલ કર્યો હતો.

LEAVE A REPLY