મધ્યપ્રદેશના મુખ્યપ્રધાન શિવરાજ સિંહ ચૌહાણે મંગળવાર, 19 જાન્યુઆરીએ ઇન્દોરમાં 17મા પ્રવાસી ભારતીય દિવસ પર ભાવનાત્મક સંબોધન કર્યું હતું. આ આ સંમેલનની સરખામણી દીકરીના લગ્ન સાથે કરતાં તેમણે કહ્યું હતું કે તેમના હૃદયમાં ઘણો આનંદ અને ખુશી છે, પરંતુ ક્યાંક ઉદાસી પણ છે.
તેમણે જણાવ્યું હતું કે “અમને ત્રણ દિવસ તમારો સાથ મળ્યો છે. ઈન્દોર તમારી સાથે એક થઈ ગયું. સાચે જ ઈન્દોરે દીકરીના લગ્નની તૈયારીની જેમ આ સંમેલનની તૈયારી કરી હતી. પરંતુ દીકરીની વિદાઈ હૃદયને પણ પીડા આપે છે. ત્રણ દિવસ ઉત્સાહ અને ઉજવણી આટલી ખૂબ ઝડપથી પસાર થઈ ગયા. હવે, તમે છોડી જશો એ વિચારીથી હૃદય ભારે બન્યું છે…અરે યહીં રહ જાઓ ના.”
અતિથી દેવો ભવની ભાવના પર પ્રવાસી ભારતીય સંમેલન માટે ઇન્દોર ડેવલપમેન્ટ ઓથોરિટી દ્વારા પધારોં મારા ઘર અભિયાન શરૂ કરવામાં આવ્યું હતું. જે અંતર્ગત શહેરના 75 જેટલા ઘરોએ પ્રવાસીઓને તેમના ઘરમાં રહેવા માટે સંમતિ આપી હતી.
અગાઉ સોમવાર, 9 જાન્યુઆરી 2023એ 17મા પ્રવાસી ભારતીય દિવસ સંમેલનનું ઉદ્ઘાટન કર્યા બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પ્રવાસી ભારતીયોને વિદેશની ધરતી પર ભારતના “બ્રાન્ડ એમ્બેસેડર” ગણાવ્યા હતા અને કહ્યું હતું કે તેઓ આગામી 25 વર્ષના ‘અમૃત કાલ’માં પ્રવેશી રહેલા દેશની સફરમાં મહત્વપૂર્ણ સ્થાન ધરાવે છે. આ સંમેલનમાં ગયાના પ્રમુખ ડૉ. મોહમ્મદ ઈરફાન અલી મુખ્ય અતિથિ બન્યા છે અને સુરીનામના પ્રમુખ ચંદ્રિકાપ્રસાદ સંતોખી વિશેષ અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યાં હતા.
મધ્યપ્રદેશના મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણ સોમવારે ઈન્દોરમાં 17મા પ્રવાસી ભારતીય દિવસ સંમેલનમાં સંબોધન કરે છે.
(ANI Photo/ Shrikant Singh)