મૂળની ટેલિવિઝન ક્ષેત્રની પીઢ અભિનેત્રી અર્ચનાપૂરન સિંઘનું નામ મનોરંજન ઉદ્યોગમાં બહુ મોટું છે. તેના પ્રોફેશનલ જીવન અંગે લગભગ દરેક વ્યક્તિને બધી ખબર હોય છે. અહીં તેમનાં જીવનના એક અનોખા કિસ્સાની વાત છે, જે અંગે ઇન્ડસ્ટ્રીમાં બહુ ઓછા લોકોને ખબર હશે તેવું માનવામાં આવે છે.
ધ કપિલ શર્મા શો અગાઉ તેમણે ટેલિવિઝન પર અનેક કોમેડી શોમાં જજની ભૂમિકા ભજવી છે. જજની ખુરશી પર બેઠાં પછી પોતાની પર્સનલ લાઇફને ભૂલવી પડે છે. જ્યાં સુધી તે શો પર છે, બધી મુશ્કેલીને ભૂલીને હસવું પડે છે. એક ઇન્ટરવ્યૂ દરમિયાન તેમણે એવો જ કિસ્સો જણાવ્યો હતો. અર્ચનાએ કહ્યું કે, હું જ્યારે સર્કસ શો કરી રહી હતી, એ દરમિયાન મારી સાસુનું નિધન થઇ ગયું હતું. હું મારી સાસુની ઘણી નજીક હતી. સાસુના મૃત્યુ બાદ મારે સર્કસ શોમાં પરત ફરવું પડ્યું. ત્યાં ખુરશીમાં બેસવાનું નહોતું પણ હસી-મજાક કરવાના હતા. આ મારા માટે મુશ્કેલ સમય હતો. અંદરને અંદર હું રડી રહી હતી, પરંતુ દુઃખ ભુલીને હસવાનું હતું. મજબૂરીમાં હસવું મુશ્કેલ હોય છે.