સ્ટીલ કંપનીના ચેરમેન લક્ષ્મી મિત્તલે જણાવ્યું છે કે, આર્સેલર મિત્તલ જૂથ ગુજરાતમાં ક્ષમતા વધારવા અને ઇન્ફ્રાસ્ટ્રકચર માટે 20,000 કરોડનું રોકાણ કરશે. મિતલે ગુજરાતના મુખ્ય પ્રધાન વિજય રૂપાણીને વીડિયો કોન્ફરન્સમાં જણાવ્યું હતું કે જમીન, કેપિટલ પોર્ટ, રેલવે કનેક્ટિવીટી અને મેગા ઇન્વેસ્ટમેન્ટ માટે પ્રોત્સાહન મામલાના સંદર્ભમાં વિસ્તરણ અને ઉત્પાદન ક્ષમતા વધારવા રોકાણ કરાશે. તેમણે જણાવ્યું હતું કે એસ્સાર સ્ટીલ પ્લાંટની ક્ષમતા વાર્ષિક 8.6 મીલીયન ટન કરવા 5,000 કરોડનું વિસ્તરણ રોકાણ થઇ રહ્યું છે.
સ્ટીલ ઉદ્યોગમાં સૌથી મોટા વિદેશી રોકાણ પૈકી એકમાં સુપ્રિમ કોર્ટના હકારાત્મક આદેશના પગલે આર્સેલર મિતલ અને તેના પાર્ટનર નિય્યોન સ્ટીલે 50,000 કરોડ ચૂકવી એસ્સાર સ્ટીલને હસ્તગત કરી હતી. હજીરામાં ઇન્ટીગ્રેડ પ્લાંટ ઉપરાંત એસ્સાર સ્ટીલનો પારાદીપ (પશ્ચિમ બંગાળ)માં 6 એમટીવીએ એસેટ પ્લાન્ટ પણ છે.
રુપાણી સાથેની વાતચીતમાં મિતલે જણાવ્યું હતું કે આર્સેલર મિતલ નિય્યોન સ્ટીલ ઇન્ડીયાએ 100 ટકા ક્ષમતાથી કામ ફરી શરુ કર્યું છે. કોરોનાનો ફેલાવોરોકવા, રાષ્ટ્રવ્યાપી લોકડાઉનો 25 માર્ચે અમલ કરાયો ત્યારથી તમામ મોટી સ્ટીલ કંપનીએ કામકાજ મોકૂફ રાખ્યું હતું. અથવા 30 ટકા ક્ષમતા સાથે કામગીરી ચાલુ રાખી હતી.
મિતલે જણાવ્યું હતું કે તેમનો ભારતમાં પોર્ટ આધારિત સ્ટીલ પ્લાન્ટ છે, એથી કેરિયર પોર્ટની વિના રુકાવટ કારગીરી જરુરી છે. તેમણે જણાવ્યું હતું કે ગુજરાતનાં સીએમની કચેરી દ્વારા સિંગલ વિન્ડો સપોર્ટ અસરકારક રહ્યો છે. રુપાણીએ જણાવ્યું હતું કે તેમની સરકાર રોકાણને આવકારવાનું અને મેન્યુફેકચરીંગ ઇન્ડસ્ટ્રી સ્પર્ધાત્મક મળી રહે તે માટે અનુકુળ વાતાવરણ માળખુ ઉભું કરવાનું ચાલુ રાખશે.