પ્રતિક તસવીર (PTI Photo)

બોલિવૂડ એક્ટર અને ફિલ્મમેકર અરબાઝ ખાને 56 વર્ષની ઉંમરે મેકઅપ આર્ટિસ્ટ શુરા ખાન સાથે રવિવાર, 24 ડિસેમ્બરે બીજી વાર લગ્ન કર્યા હતાં. લગ્ન સમારંભનું આયોજન અરબાઝની બહેન અર્પિતા ખાનના ઘરે થયું હતું. આ લગ્નમાં ફક્ત અરબાઝના નજીકના અને પરિવારના સભ્યો જ હાજર રહ્યા હતા.

આ અંગેની માહિતી શેર કરતાં જણાવ્યું હતું કે ‘અમારા પ્રિયજનોની હાજરીમાં, અમે પ્રેમ અને એકતાની શાશ્વતતાની શરૂઆત કરીએ છીએ. અમારા આ ખાસ દિવસે અમને તમારા બધાનાં આશીર્વાદ અને શુભેચ્છાઓની જરૂર છે.

અરબાઝ અત્યાર સુધી મોડલ જ્યોર્જિયા એન્ડ્રિયાનીને ડેટ કરતો હતો. જોકે ચાર વર્ષ સુધી રિલેશનશિપમાં રહ્યા બાદ બંનેએ થોડા દિવસ પહેલાં બ્રેકઅપ કર્યું હતું. અરબાઝે આ પહેલાં 1998માં મોડલ-એક્ટ્રેસ મલાઈકા અરોરા સાથે લગ્ન કર્યા હતા. લગ્નના 19 વર્ષ બાદ 2017માં બંનેએ છૂટાછેડા લીધા હતા. અરબાઝ અને મલાઈકાનો 21 વર્ષનો પુત્ર અરહાન ખાન છે. આ દિવસોમાં મલાઈકા ફિલ્મ નિર્માતા બોની કપૂરના પુત્ર અને અભિનેતા અર્જુન કપૂરને ડેટ કરી રહી હોવાનું માનવામાં આવે છે.

LEAVE A REPLY