(PTI Photo)

ભારતની ગુપ્તચર એજન્સી રિસર્ચ એન્ડ એનાલિસિસ વિંગ (RAW)ના નવા વડા તરીકે વરિષ્ઠ પોલીસ અધિકારી રવિ સિંહાની નિયુક્તી કરાઈ છે. રવિ સિંહા વર્તમાન ચીફ સામંત ગોયલનું સ્થાન લેશે. સામંત ગોયલ 30 જૂને નિવૃત્ત થઈ રહ્યાં છે.

રવિ સિંહા છત્તીસગઢ કેડરના આઈપીએસ અધિકારી છે. તેઓ કેન્દ્રીય પ્રતિનિયુક્તિ પર કેબિનેટ સચિવાલયમાં વિશેષ સચિવના હોદ્દા પર તૈનાત હતા. કેબિનેટની નિમણૂક સમિતિએ બે વર્ષના કાર્યકાળ માટે સિન્હાની નિમણુકને મંજૂરી આપી છે. સિન્હાની નિમણૂક ચીન સાથેની સરહદ પર તાજેતરના તણાવ વચ્ચે ભારતના ગુપ્તચર તંત્રને મજબૂત કરવા માટે કરવામાં આવી છે. RAW ચીફ તરીકે સામંત ગોયલના કાર્યકાળ દરમિયાન ઘણી સિદ્ધિઓ ભારતના નામે હતી. તેમના કાર્યકાળ દરમિયાન પાકિસ્તાને બાલાકોટ એરસ્ટ્રાઈક કરી હતી. આ સિવાય જમ્મુ-કાશ્મીરમાંથી કલમ 370 હટાવી દેવામાં આવી હતી.

RAW રાષ્ટ્રીય હિત માટે કામગીરી કરે છે. RAW સીધા વડા પ્રધાનને રિપોર્ટ કરે છે. RAWની સ્થાપના 21 સપ્ટેમ્બર 1968ના રોજ ઇન્દિરા ગાંધીની સરકારમાં કરવામાં આવી હતી.

LEAVE A REPLY