વિશ્વવિખ્યાત અમેરિકન કંપની એપલે તેના આઇપોડ્સના ઉત્પાદન માટે તાઇવાની કોન્ટ્રાક્ટ મેન્યુફેક્ચરિંગ કંપની ફોક્સકોને કોન્ટ્રાક્ટ આપ્યો છે. બીજી તરફ ફોક્સકોન આવા વાયરલેસ ઇયરફોન બનાવવા માટે ભારતમાં ફેક્ટરી બનાવવાની યોજના ધરાવે છે, એમ સૂત્રોને ટાંકીને મીડિયા રીપોર્ટ જણાવ્યું હતું. ફોક્સકોન તેલંગાણામાં નવા ઇન્ડિયા એરપોડ પ્લાન્ટમાં $200 મિલિયનથી વધુનું રોકાણ કરશે. એરપોડ ઓર્ડરની કિંમત કેટલી હશે તે તરત જ સ્પષ્ટ થયું ન હતું.
હાલમાં એરપોડ્સનું ઉત્પાદન મોટાભાગે ચીનમાં થાય છે, પરંતુ હવે એપલનું તેની કામગીરી ભારતમાં ખસેડી રહી છે. વિશ્વવિખ્યાત અમેરિકન કંપની એપલ હવે તેની જુદી જુદી પ્રોડક્ટનું ઉત્પાદન ભારતમાં કરશે. કો આ વખતે ફોક્સકોન ગુજરાતના બદલે દક્ષિણ ભારતનું રાજ્ય તેલંગણા બાજી મારી ગયું છે.
એપલે ફોક્સકોનને એરપોડ્સ બનાવવા માટે કેટલા કરોડ ડોલરનો ઓર્ડર આપ્યો છે તે જાણી શકાયું નથી, પરંતુ ફોક્સકોન તેલંગણામાં 200 મિલિયન ડોલરનું રોકાણ કરશે. તે ચીન બહાર રોકાણ વધારશે જેથી ગ્રાહકોની વધતી માંગને પહોંચી શકાય. આ કંપનીઓ ચીનમાં પોતાના પ્લાન્ટ જાળવી રાખે તો ઉત્પાદનને અસર થવાની શક્યતા છે. ફોક્સકોન એ એપલની પ્રોડક્ટને એસેમ્બલ કરવાનું કામ કરે છે. લગભગ 70 ટકા આઇફોનનું એસેમ્બલિંગ ફોક્સકોન દ્વારા થાય છે. હવે તે એરપોડ્સની પણ સપ્લાયર બનશે. ફોક્સકોને ચીન સિવાયના દેશોમાં પોતાના પ્લાન્ટ સ્થાપવાની યોજના બનાવી છે જેમાં ભારત અને વિયેતનામ પર તેની નજર છે.