સોમવાર, સપ્ટેમ્બર 19, લંડનમાં વેસ્ટમિંસ્ટર એબી ખાતે યોજાયેલા મહારાણીના ફ્યુનરલમાં આવનારા વિશ્વના નેતાઓને ખાનગી જેટને બદલે કોમર્શિયલ ફ્લાઈટ્સનો ઉપયોગ કરવા અને લંડનમાં આસપાસ જવા માટે હેલિકોપ્ટરનો ઉપયોગ ન કરવા અને પબ્લિક ટ્રાન્સપોર્ટનો ઉપયોગ કરવા કોમનવેલ્થ એન્ડ ડેવલપમેન્ટ ઓફિસ (એફસીડીઓ) દ્વારા અપીલ કરી કડક પ્રોટોકોલની જાણ કરવામાં આવી છે.
આ નેતાઓ વેસ્ટમિન્સ્ટર એબી ખાતે યોજાનારી સર્વિસમાં આવવા પોતાની કારનો ઉપયોગ કરી શકશે નહિં અને તેમને વેસ્ટ લંડનથી બસ દ્વારા ફ્યુનરલ માટે લઈ જવાશે. વેસ્ટમિન્સ્ટર એબી એટલું ભરાઇ જશે કે જે તે દેશના વરિષ્ઠ નેતા કે પ્રતિનિધિ તેમના જીવનસાથીને જ લાવી શકશે. આ માટેનો સંદેશ શનિવારે મોડી રાત્રે વિદેશી દૂતાવાસો અને હાઇ કમિશનને મોકલવામાં આવ્યો હતો.
કિંગ ચાર્લ્સ III રવિવારે સાંજે ફ્યુનરલ સર્વિસ પહેલા લંડનના બકિંગહામ પેલેસમાં તમામ વિદેશી નેતાઓ માટે રિસેપ્શનનું આયોજન કરશે. નેતાઓ લંડનમાં લેન્કેસ્ટર હાઉસ ખાતે કોન્ડોલન્સ બુકમાં હસ્તાક્ષર કરી શકશે અને ટૂંકી શ્રદ્ધાંજલિ આપી શકશે. સોમવારે ફ્યુનરલ સર્વિસ બાદ, નેતાઓને યુકેના ફોરેન સેક્રેટરી જેમ્સ ક્લેવરલી દ્વારા આયોજિત રિસેપ્શનમાં હાજરી આપવા માટે વેસ્ટમિન્સ્ટર એબીના મેદાનમાં ડીન યાર્ડમાં લઈ જવાશે.
અંતિમ વિધિમાં હાજર રહેનાર અગ્રણીઓ
- જો બાઇડેન, યુએસ પ્રમુખ.
- ઉર્સુલા વોન ડેર લેયન, યુરોપિયન કમિશનના પ્રમુખ
- જેસિન્ડા આર્ડર્ન, ન્યુઝીલેન્ડના વડા પ્રધાન.
- સમ્રાટ નરુહિતો, જાપાન.
- રેસેપ તૈયપ એર્દોગન, ટર્કીના રાષ્ટ્રપતિ.
- ઈમેન્યુઅલ મેક્રોન, ફ્રાન્સના પ્રમુખ.
- રાજા ફેલિપ VI, સ્પેન.