વિકલાંગ અને વૃદ્ધ લોકોને મદદ કરતી નોર્થ વેસ્ટ લંડનના બ્રેન્ટ સ્થિત ચેરિટી એશિયન પીપલ્સ ડિસેબિલિટી એલાયન્સ (એપીડીએ) દ્વારા તાજેતરમાં વૈશાખી, સોંગક્રાન, થિંગયાન, બાંગ્લાદેશના નૂતન વર્ષ અને ઇદની ઉજવણી તેમના ડે કેર એન્ડ ડેવલપમેન્ટ સેન્ટર ખાતે કરવામાં આવી હતી. જેમાં હિન્દુ, થાઈ અને રોમાનિયન ગીતો અને નૃત્ય રજૂ કરાયા હતા.
બ્રેન્ટના ડેપ્યુટી મેયર કાઉન્સિલર તારિક ડાર (MBE) મુખ્ય અતિથિ તરીકે તથા બ્રેન્ટના ભૂતપૂર્વ મેયર બ્રેન્ટ કાઉન્સિલર મહમૂદ અરશદ, હેરોના ભૂતપૂર્વ મેયર નિતીન પારેખ, બ્રેન્ટના કોમ્યુનિટી એન્ગેજમેન્ટ ઓફિસર અમન જસવાલ ઉપસ્થિત રહ્યા હતા અને ગીત ગાઈને ઉત્સવમાં જોડાયા હતા.
આપડાના ટ્રસ્ટી શ્રીમતી કવલ સિંઘ, OBE, શ્રી દયા લેકમવાટ્ટેજ તથા શ્રી જાઝલ મારઝૂકે પ્રાસંગિક પ્રવચન કર્યા હતા. ઉપસ્થિત પરિવારો, સ્ટાફ, આમંત્રિત મહેમાનો અને MC બધાએ સ્વાદિષ્ટ ગરમ શાકાહારી લંચ અને નાસ્તાનો આનંદ માણ્યો હતો. APDA ના CEO, શ્રીમતી ઝીનત જીવાના જન્મદિવસની કેક કાપીને ઉજવણી કરાઇ હતી.