પાકિસ્તાનમાં નેશનલ એસેમ્બલીના વિસર્જન પછી રાજકીય ઉથલપાથલ મચી હતી. એસેમ્બલીમાં વિપક્ષના નેતા રાજા રિયાઝે કહ્યું કે, દેશના કાર્યકારી વડાપ્રધાન તરીકે અનવર-ઉલ-હક કાકરની વરણી કરવામાં આવી છે.
વડાપ્રધાન ઓફિસ દ્વારા ઇસ્યુ કરવામાં આવેલી પ્રેસ રિલીઝ પ્રમાણે, વિદાય લઇ રહેલા વડાપ્રધાન શાહબાઝ અને વિપક્ષના નેતા રાજા રિયાઝે રાષ્ટ્રપતિ અલ્વી સાથે કાર્યકારી વડાપ્રધાન તરીકે અનવર ઉલ હકની નિમણૂક અંગે ચર્ચા કરી હતી. રિયાઝે વધુમાં કહ્યું હતું કે, અમે અગાઉ નક્કી કર્યું હતું કે, વડાપ્રધાન નાના પ્રાંતમાંથી કોઈ હોવા જોઈએ. અમે અનવર ઉલ હકના નામ પર સર્વસંમતિ દર્શાવી હતી. “મેં આ નામ આપ્યું હતું અને વડાપ્રધાને આ નામ માટે સંમતિ આપી હતી. તેઓ રવિવારે વચગાળાના વડાપ્રધાન તરીકે શપથ લેશે.