પ્રતિકાત્મક તસવીર (istockphoto)

બ્રિટનની સૌથી મોટી ખાનગી બાળકોની હોસ્પિટલમાં કામ કરતી નર્સ અનુરાધા ભૂપતિરાજુ પર 7 વર્ષના બાળક જેમ્સ ડ્વેરીહાઉસનું બ્રીધીંગ મોનિટર ઘોર બેદરકારી દાખવી બે કલાકથી વધુ સમય માટે બંધ કરી મૃત્યુ નિપજાવવાનો – માનવવધ કરવાનો આરોપ મૂકવામાં આવ્યો છે. ઊંઘના સાધનો કથિત રીતે લગભગ ત્રણ કલાક માટે બંધ રખાતા મગજમાં થયેલી આપત્તિજનક ઇજાને કારણે બાળકનું મૃત્યુ થયું હતું.

નર્સ અનુરાધા ભૂપતિરાજુને વેસ્ટમિન્સ્ટર મેજિસ્ટ્રેટ સમક્ષ હાજર કરાઇ હતી. બાળક જેમ્સ અસંખ્ય સ્વાસ્થ્ય સમસ્યાઓથી પીડાતો હતો અને તેને નળી દ્વારા ખવડાવવું પડતું હતું તેથા તેને આંતરડાના ઓપરેશન માટે હોસ્પિટલમાં રખાયો હતો. તે સ્લીપ એપનિયાથી પીડિત હતો.

સિનિયર ડિસ્ટ્રિક્ટ જજ પોલ ગોલ્ડસ્પ્રિંગે તેણીને જામીન આપ્યા હતા અને યુકે છોડવા પર પ્રતિબંધ મૂકી પાસપોર્ટ પોલીસને સોંપવા કહ્યું હતું.

LEAVE A REPLY