જાણીતા પીઢ અભિનેતા અનુપમ ખેરે એક મહત્વનું પણ વિવાદસ્પદ નિવેદન આપ્યું છે. તેમણે જણાવ્યું હતું કે, ‘ધ કાશ્મીર ફાઇલ્સ ફિલ્મ માટે જો તેમને એવોર્ડ ન મળે તો એ ફંક્શન જ ફ્રોડ છે.’ આ બહુચર્ચિત ફિલ્મમાં અનુપમ ખેર, પલ્લવી જોશી, દર્શન કુમાર અને મિથુન ચક્રવર્તી જેવા ઘણાં અભિનેતા હતા. 2022ની આ સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મો પૈકીની એક છે.
હિન્દી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં અંડર ડોગ કહી શકાય એવી આ ફિલ્મ બોલીવૂડમાં મોટા બજેટની ઘણી ફિલ્મોથી આગળ હતી. આ ફિલ્મનો પ્રચાર પણ ખૂબ જ થયો હતો. અનુપમ ખેરે તાજેતરમાં એક ઇન્ટરવ્યૂમાં અનુપમ ખેરને પૂછાયું હતું કે શું તેમની ફિલ્મને એવોર્ડ્સ મળશે? ત્યારે તેમણે જણાવ્યું હતું કે, આ ફિલ્મ માટે જે ફંક્શનમાં મને એવોર્ડ ન મળ્યો એ ફંક્શન જ ફ્રોડ હશે. લોકો કેવી રીતે ‘ધ કાશ્મીર ફાઇલ્સ’ને શ્રેષ્ઠ અભિનેતા અને શ્રેષ્ઠ દિગ્દર્શકનો એવોર્ડ ન આપી શકે.’ તેમણે વધુમાં જણાવ્યું હતું કે, ‘હું આ વાત અહમમાં નથી કહેતો. જોકે, મને વિશ્વાસ છે કે ‘ધ કાશ્મીર ફાઇલ્સ’ને દરેક એવોર્ડ મળવા જોઈએ. જો એવું ન બન્યું તો એનો અર્થ એ જ થયો કે એ એવોર્ડ સમારંભ યોગ્ય નથી.’