બોલીવૂડમાં અનુપમ ખેરનું વ્યક્તિત્વ એક અનુભવી અને કસાયેલા ફિલ્મકાર તરીકે જાણીતું છે. તેમણે આ ક્ષેત્રે તાજેતરમાં 37 વર્ષ પૂર્ણ કર્યા છે. 37 વર્ષની કારકિર્દીમાં તેમણે અનેક વ્યાવસાયિક ચઢાવ-ઉતાર જોયા છે. થોડા દિવસ અગાઉ તેમણે ઇન્સ્ટાગ્રામ પેજ પર તેમની પ્રથમ ફિલ્મ ‘સારંશ’ની શરૂઆતની ક્રેડિટ પોસ્ટ કરી હતી. ઉલ્લેખનીય છે કે 25 મેએ સિનેમામાં તેમણે 37 વર્ષ પૂર્ણ કર્યા છે. વર્ષ 1984માં, આ ફિલ્મનું દિગ્દર્શન મહેશ ભટ્ટે કર્યું હતું, જેમાં તેમના અભિનયની ખૂબ જ પ્રશંસા કરવામાં આવી હતી. ઈન્સ્ટાગ્રામ પર એક વીડિયો પોસ્ટ કરતાં અનુપમ ખેરે તેના કેપ્શનમાં લખ્યું છે કે, ‘આજે પણ જ્યારે હું મારી પ્રથમ ફિલ્મના હેશટેગમાં હેશટગનુપમખેર તરીકે રજૂ કરતા મારું નામ જોઉં છું ત્યારે હું લાગણીશીલ બનું છું. વાહ! ભગવાનના મારા પર ખૂબ આશીર્વાદ રહ્યા છે.’