Third Hindu temple attacked in Australia, anti-India graffiti on walls
12 જાન્યુઆરીના રોજ, મેલબોર્નના મિલ પાર્ક વિસ્તારમાં આવેલા બાપ્સ સ્વામિનારાયણ મંદિરમાં ભારત વિરોધી તત્વો દ્વારા તોડફોડ કરવામાં આવી હતી (ઇમેજ ક્રેડિટ: @Baps/Twitter)

ઓસ્ટ્રેલિયાના મેલબોર્નમાં BAPS સ્વામિનારાયણ મંદિર પર કથિત ખાલિસ્તાન સમર્થકોએ હુમલો કર્યો હતો અને ભારત વિરોધી લખાણો લખીને દિવાલને વિકૃત કરી હતી. 12 જાન્યુઆરીના ઓસ્ટ્રેલિયા ટુડેના અહેવાલ મુજબ મેલબોર્નના ઉત્તરીય ઉપનગર મિલ પાર્કમાં આવેલા અગ્રણી BAPS સ્વામિનારાયણ મંદિરની દિવાલોને ભારત વિરોધી અને ખાલિસ્તાન તરફી લખાણો કરવામાં આવ્યા હતા. અહેવાલ મુજબ, ખાલિસ્તાની ગુંડાઓએ BAPS સ્વામિનારાયણ મંદિરમાં તોડફોડ કરવાના તેમના ઘૃણાસ્પદ કૃત્યનો એક વીડિયો રેકોર્ડ કર્યો હતો અને બાદમાં તેને સોશિયલ મીડિયા પર શેર કર્યો હતો.

દરમિયાન, BAPS સ્વામિનારાયણ સંસ્થા ઓસ્ટ્રેલિયાએ શાંતિ માટે અપીલ કરતા એક નિવેદનમાં જણાવ્યું હતું કે તેઓ અસામાજિક તત્વો દ્વારા મિલ પાર્ક, મેલબોર્ન, ઓસ્ટ્રેલિયામાં BAPS શ્રી સ્વામિનારાયણ મંદિરના ગેટ પર ભારત વિરોધી ચિત્રણથી ખૂબ જ દુઃખી છે. મિલ પાર્કમાં BAPS મંદિર, વિશ્વભરમાં BAPSના તમામ મંદિરોની જેમ, શાંતિ, સંવાદિતા, સમાનતા, નિઃસ્વાર્થ સેવા અને સાર્વત્રિક હિંદુ મૂલ્યોનું નિવાસસ્થાન છે.

નોર્ધન મેટ્રોપોલિટન રિજન માટે લિબરલ MP ઈવાન મુલ્હાલેન્ડે કહ્યું હતું કે, મંદિરમાં થયેલી આ તોડફોડ વિક્ટોરિયાના શાંતિપ્રિય હિંદુ સમુદાયને ઠેસ પહોંચાડે છે. મેલબોર્નમાં રહેતા હિન્દુ સમુદાયે પોલીસ અને સાંસદો સામે ઔપચારિક ફરિયાદ નોંધાવી છે. તે ઉપરાંત કેરળ હિન્દુ એસોસિએશને પણ આ ઘટનાને વખોડી નાંખી હતી.

હિન્દુ સ્થાનિક સંસ્થા દ્વારા પોલીસ ફરિયાદ દાખલ કરાઈ હતી. રીપોર્ટ મુજબ ખાલિસ્તાન જૂથે ભારતીય આતંકવાદી જરનૈલ સિંહ ભિંડરાનવાલેની પણ પ્રશંસા કરી હતી. હિન્દુ કાઉન્સિલ ઓફ ઓસ્ટ્રેલિયાના વિક્ટોરિયા રાજ્યના પ્રમુખ મકરંદ ભાગવતે કહ્યું, “પૂજાના સ્થળો સામે કોઈપણ પ્રકારની નફરત અને તોડફોડ સ્વીકાર્ય નથી અને અમે તેની નિંદા કરીએ છીએ.”

કેનેડામાં BAPS સ્વામિનારાયણ મંદિર પર કેનેડિયન ખાલિસ્તાની ઉગ્રવાદીઓ દ્વારા આવો જ હુમલો થયો હતો જેના પગલે ભારતીય હાઈ કમિશને આ ઘટનાની તપાસનો અનુરોધ કર્યો હતો.

LEAVE A REPLY