માલદીવના ભારત વિરોધી પ્રમુખ મોહમ્મદ મુઇઝુની પાર્ટીએ રવિવારની નિર્ણાયક સંસદીય ચૂંટણીમાં સંસદની કુલ 93માંથી 60થી વધુ બેઠકો જીતીને સંસદમાં “સુપર મેજોરિટી” પ્રાપ્ત કરી હતી. આ ચૂંટણીને બેઇજિંગ તરફી મુઇઝુ માટે એક લિટમસ ટેસ્ટ તરીકે જોવામાં આવતી હતી.
મુઇઝુની પીપલ્સ નેશનલ કોંગ્રેસ (PNC)નો રિઝલ્ટ જાહેર થયા હતા 60 બેઠકો વિજય થયો હતો, જે 93-સભ્યોની મજલીસ (સંસદ)માં સુપર-બહુમતીથી પણ વધુ છે.
અગાઉ ઇન્ડિયા ફર્સ્ટની નીતિ અપનાર વિપક્ષ એમડીપીનો પ્રેસિડન્ટની ચૂંટણીમાં ભારત વિરોધી પ્રચાર કરનારા મુઇઝુ સામે પરાજય થયો હતો. આ ચૂંટણીમાં મુઇઝુએ ‘ઇન્ડિયા આઉટ’ અભિયાન હાથ ધરીને પોતાના પક્ષનો જોરશોરથી પ્રચાર કર્યો હતો. તેમણે પોતાના ચૂંટણી પ્રચારમાં અગાઉના પ્રમુખ અને રાજકીય નેતાઓ ઉપર ભારતને વધુ પડતું મહત્વ આપી દેશના સાર્વભૌમત્વ સાથે સમાધાન કર્યું હોવાનો ગંભીર આરોપ મૂક્યો હતો
ચૂંટણીપ્રચાર દરમિયાન મુઇઝ્ઝુએ સંસદીય ચૂંટણીને તેમની સરકારની નીતિઓ માટેનો એક જનાદેશ ગણાવ્યો હતો. ગયા વર્ષે સત્તામાં આવ્યા બાદ મુઇઝુ ચીન તરફ ઝુક્યા છે અને ભારત સાથેના લાંબા સમયના સારાં સંબંધોને ખરાબ કર્યા છે. તેમણે ખાદ્ય સુરક્ષા અને આરોગ્યસંભાળ માટે ભારત પરની દેશની નિર્ભરતા ઘટાડવા માટે ઘણા પગલાં લીધાં છે. તેમણે ખાદ્ય ચીજો અને ફાર્માસ્યુટિકલ સપ્લાય માટે ભારત વિરોધી તુર્કી અને અન્ય દેશો સાથે કરાર પર હસ્તાક્ષર કર્યા છે.
મુઇઝ્ઝુ પહેલેથી જ ચીનની સામ્યવાદી વિચારધારા તરફ ઢળેલા હોઇ આ ચૂંટણી ઉપર ભારત અને ચીન બંનેની નજીર હતી. ભારતની બીલકુલ પાડોશમાં હિંદ મહાસાગરમાં આવેલો આ ટાપુ દેશ ભારત માટે વ્યૂહાત્મક દૃષ્ટિએ અત્યંત મહત્વનો છે. મુઇઝુએ સત્તામાં આવતાની સાથે જ માલદીવમાં પોતાનું મથક બનાવીને રહેતા ભારતીય લશ્કરના સૈનિકોને માલદીવ છોડવાની તાકીદ કરી દીધી હતી.