પ્રતિકાત્મક તસવીર (istockphoto)

અમેરિકાની બોસ્ટન યુનિવર્સિટીમાં અભ્યાસ કરતાં આંધ્રપ્રદેશના  20 વર્ષના એક વિદ્યાર્થીનો જંગલમાંથી મૃતદેહ મળી આવ્યો હતો. પરુચુરી અભિજિત નામનો આ યુવાન આંધ્ર પ્રદેશના ગંટુર જિલ્લાનો વતની હતો. પરિવારે જણાવ્યા પ્રમાણે તે બોસ્ટન યુનિવર્સિટીનો સ્ટુડન્ટ હતો. બીજા સ્ટુડન્ટ સાથે કોઈ ઝઘડામાં તેની હત્યા કરાઇ હોવાનું માનવામાં આવે છે. અમેરિકામાં ચાલુ વર્ષે ભારતના આ નવમાં વિદ્યાર્થીનું મોત થયું છે.

પોલીસે જણાવ્યું કે પરુચુરી અભિજિતનની હત્યા પછી હત્યારાઓ તેના મૃતદેહને જંગલમાં એક કારમાં મૂકી ગયા હતા. પોલીસના માનવા પ્રમાણે અભિજિતના ડોલર અને તેની પાસેના લેપટોપ માટે હત્યા કરાઇ હોવાની શક્યતા છે. અભિજિતનો ઘણા સમય સુધી પતો ન મળતા પોલીસને જાણ કરાઇ હતી. પોલીસે મોબાઈલ ફોનના સિગ્નલના આધારે જંગલમાંથી મૃતદેહ શોધી કાઢ્યો હતો. જોકે કેમ્પસની અંદર જ મર્ડર થવાના કારણે એવું પણ માનવામાં આવે છે

અમેરિકામાં ભારતીય યુવાનો વિરુદ્ધ ગુનાખોરીમાં વધારો થયો છે. વર્ષ 2024માં અત્યાર સુધીમાં નવ ભારતીયોના મોત થયા છે.

LEAVE A REPLY