‘ અનધર ઇન્ડિયા: ધ મેકિંગ ઓફ ધ વર્લ્ડ્સ લાર્જેસ્ટ મુસ્લિમ માઇનોરીટી, 1947–77’ પુસ્તક વિશ્વની સૌથી મોટી ધાર્મિક લઘુમતિની વાર્તા કહે છે. ભદ્ર અને સબલ્ટર્ન, બિનસાંપ્રદાયિક અને ક્લેરિકલ, કાર્યકર્તા અને અરાજકીય એવા ભારતીય મુસ્લિમોની વિશાળ શ્રેણીના આબેહૂબ જીવનચરિત્રાત્મક ચિત્રોને એક સાથે લાવીને આ પુસ્તકમાં દેશના મુસ્લિમોના અનુભવને એક જ કેન્દ્રમાં લવાયા છે. સ્વતંત્રતાના પ્રથમ ત્રીસ વર્ષો દરમિયાન ભારતીય મુસ્લિમોની સ્થિતિ પર પ્રકાશ ફેંકીને, લોકશાહી દેશ ભારતના સાચા ચરિત્રને પ્રતિબિંબિત કરાયું છે. આ પુસ્તકમાં ‘વિશ્વની સૌથી મોટી લોકશાહી’ના પ્રાપ્ત થતા હિસાબો કરતાં તદ્દન અલગ ચિત્ર રજૂ કરાયું છે.
નેહરુના ભારતના પરંપરાગત ઈતિહાસને પડકારતા લેખક પ્રતિનવ અનિલ દર્શાવે છે કે આઝાદીથી જ લઘુમતી લોકોના અધિકારોની અવગણના કરવામાં આવી હતી. તેમના શ્રેષ્ઠ ઇરાદાઓ હોવા છતાં, ત્રણ દાયકા સુધી શાસન કરનાર કોંગ્રેસ શાસન ઘણીવાર ઉદાર, અસહિષ્ણુ અને અલોકતાંત્રિક રહ્યું હતું. મુસ્લિમોએ ભેદભાવ, ગેરલાભ, બિનઉદ્યોગીકરણ, મતાધિકારથી વંચિત કરવા, તેમજ બિનજવાબદાર નેતૃત્વનો સામનો કરવો પડ્યો હતો. અનિલ દર્શાવે છે કે કેવી રીતે ચુનંદા મુસ્લિમ લોકોએ બિનરાજનીતિકરણને પ્રોત્સાહન આપ્યું. તે દેખીતી રીતે ઉમદા પરંતુ મોટાભાગે બિનઅસરકારક કારણોને લઈને સમુદાયના સામાન્ય સભ્યોના જીવન પર થોડી અસર કરે છે. મુસ્લિમ રાજકારણના આ સંસ્કરણમાં સામૂહિક વિરોધ અથવા સામૂહિક એકતા માટે કોઈ જગ્યા નહોતી. પુસ્તક ‘અનધર ઇન્ડિયા’ આ ભદ્ર વિશ્વાસઘાતની શોધ કરે છે, જેના પરિણામો આજે પણ ભારતના 200 મિલિયન મુસ્લિમો કોઇંક અંશે ખોટ અનુભવે છે.
પુસ્તક સમીક્ષા
• નેહરુના ભારતની બિનસાંપ્રદાયિકતા ભારતીય મુસ્લિમો માટે સુવર્ણ યુગ હતો એવી ખોટી દંતકથાને ‘અનધર ઇન્ડિયા’ સફળતાપૂર્વક પંકચર કરે છે. – સ્પેક્ટેટર
• ‘ચોકસાઇપૂર્વક સંશોધન કરાયેલ, આકર્ષક અને વાંચવામાં આનંદદાયક પુસ્તક ‘અનધર ઇન્ડિયા’ એ દંતકથાને રદબાતલ કરે છે કે મુસ્લિમો ફક્ત ભારતીય ઇતિહાસના સાધન હતા. વિશ્લેષણાત્મક સ્પષ્ટતા, આંતરદૃષ્ટિ અને રમૂજના આ સ્તરથી ભરપૂર લખાણ વાંચવા મળવું દુર્લભ છે.’ – અદીલ હુસૈન, લીડન યુનિવર્સિટીના લીગલ એન્ડ પોલિટિકલ થિયરીના આસિસ્ટન્ટ પ્રોફેસર અને ‘રીવેન્જ, પોલિટીક્સ એન્ડ બાલ્સેફેમી ઇન પાકિસ્તાન’ પુસ્તકના લેખક.
• ‘અનિલ વિભાજન પહેલાના અને પછીના ભારતીય મુસ્લિમોની વાર્તાની ખાતરીપૂર્વક વિગતો આપે છે, રાજકીય અને સાંસ્કૃતિક અધિકારો મેળવવાના અસફળ સંઘર્ષની શોધખોળ કરે છે. આ પુસ્તક વાંચવું જ જોઈએ.’ – કેથરિન એડેની, તુલનાત્મક રાજકારણના પ્રોફેસર, યુનિવર્સિટી ઓફ નોટિંગહામ, ‘’ભારત અને પાકિસ્તાનમાં સંઘવાદ અને વંશીય સંઘર્ષ નિયમન’’ પુસ્તકના લેખક.
લેખક પરિચય:
લેખક પ્રતિનવ અનિલ સેન્ટ એડમન્ડ હોલ, ઓક્સફર્ડ યુનિવર્સિટીમાં ઇતિહાસના લેક્ચરર છે. તેમના લખાણો ધ ટાઇમ્સ, ધ ગાર્ડિયન, સ્પેક્ટેટર અને હિસ્ટ્રી ટુડેમાં પ્રકાશિત થયા છે. તેઓ હર્સ્ટ દ્વારા પ્રકાશિત ‘ઈન્ડિયાઝ ફર્સ્ટ ડિક્ટેટરશિપ’ના ક્રિસ્ટોફ જાફરલોટ સાથે સહ-લેખક છે.
Book: Another India: The Making of the World’s Largest Muslim Minority, 1947–77