પ્રતિક તસવીર

ઉત્તર પ્રદેશના બાગપત જિલ્લામાં મંગળવારે મોડી રાત્રે એક 25 વર્ષીય મહિલા અને તેના પ્રેમીની તેના ચાર ભાઈઓએ કથિત રીતે હત્યા કરી હતી, એમ પોલીસે જણાવ્યું હતું. 

આ દંપતી અસરા ગામના હતા. પોલીસે કેસ દાખલ કરીને તપાસ ચાલુ કરી હતી. બાગપત જિલ્લાના એસ પી નીરજ કુમાર જાદૌને જણાવ્યું હતું કે ગામમાંથી બાતમી મળતા તેઓ સ્થળ પર પહોંચ્યા હતા અને મુખ્ય આરોપી 32 વર્ષીય મુર્સલીનને કસ્ટડીમાં લીધો હતો. પૂછપરછ દરમિયાન તેને બહેન અને તેના પ્રેમીની હત્યા કર્યાની કબૂલાત કરી હતી. પોલીસે અન્ય આરોપી શાહનવાઝને પણ કસ્ટડીમાં લીધો છે જ્યારે બાકીના બે ભાઈઓને પકડવા માટે શોધખોળ ચાલુ છે. 

પોલીસે જણાવ્યું હતું કે મુર્સલીનને કબૂલાત કરી હતી કે તેને ચાર ભાઈઓએ સાથે મળીને તેની બહેન મહજબી (25) અને તેના પ્રેમી મોહમ્મદ આરીફ (29)ની હત્યા કરી હતી. મહજબી ત્રણ સંતાનોની માતા હતી. આરોપીઓએ પોલીસને જણાવ્યું કે થોડા વર્ષો પહેલા શામલી ગામના અન્ય વ્યક્તિ સાથે મહજબીના લગ્ન થયા પછી પણ આ દંપતીએ તેમના રિલેશન ચાલુ રાખ્યા હતા.  

મહજબી અને આરીફ 20 ઓક્ટોબરના રોજ ગામમાંથી ભાગી ગયા હતા અને ત્યારથી જ તેમના પરિવારના સભ્યો પોલીસ સાથે મળીને તેમને શોધી રહ્યા હતા. 

પોલીસે જણાવ્યું હતું કે મુર્સલીનને ખબર પડી કે દંપતી મેરઠમાં છે. તે, તેના ભાઈઓ – મુઝમ્મિલ, અરમાન, મુન્તઝીર અને તેના પિતરાઈ ભાઈ શાહનવાઝ સાથે મેરઠ પહોંચ્યો અને બંનેને કેદમાં રાખ્યા હતા. બાદમાં, દંપતીને તેમના ગામમાં લઈ જવામાં આવ્યા હતા અને હત્યા કરાઈ હતી.  

 

LEAVE A REPLY