રેડિયો ફ્રી યુરોપ/રેડિયો લિબર્ટી (RFE/RL) માટે કામ કરતી એક રશિયન-અમેરિકન પત્રકારની રશિયામાં અટકાયત કરવામાં આવી છે અને વિદેશી એજન્ટ તરીકે નોંધણી કરવામાં નિષ્ફળ રહેવાનો આરોપ મૂકવામાં આવ્યો છે, એમ તેના એમ્પ્લોયર અને એક જર્નાલિસ્ટ વોચડોગ જૂથે બુધવારે જણાવ્યું હતું.

RFE/RLના કાર્યકારી પ્રમુખ જેફરી ગેડમિને એક નિવેદનમાં જણાવ્યું હતું કે યુએસ કોંગ્રેસ દ્વારા ભંડોળ પૂરું પાડવામાં આવતા ન્યૂઝ આઉટલેટ તતાર-બશ્કીર સર્વિસના સંપાદક અલસુ કુરમાશેવાને મુક્ત કરવાની જરૂર છે જેથી તે તરત જ તેના પરિવાર પાસે પાછા આવી શકે.

કુરમાશેવા પ્રાગમાં રહે છે, પરંતુ 20મેના રોજ કૌટુંબિક કટોકટીના કારણે રશિયામાં પ્રવેશ કર્યો હતો. તેને રિટર્ન ફ્લાઇટ પહેલા 2 જૂને કાઝાન એરપોર્ટ પર અસ્થાયી રૂપે અટકાયતમાં લેવામાં આવી હતી. તેના યુએસ અને રશિયન બંને પાસપોર્ટ જપ્ત કરાયા હતા. અમેરિકન પાસપોર્ટની રશિયાની સત્તાવાળા સમક્ષ નોંધણી ન કરવા બદલ તેને દંડ કરાયો હતો. જો આરોપ સાબિત થશે તો તેને પાંચ વર્ષ સુધીની જેલ થઈ શકે છે.

તાજેતરના મહિનાઓમાં રશિયાએ અટકાયત કરી હોય તેવી તે બીજી યુએસ પત્રકાર છે. વોલ સ્ટ્રીટ જર્નલના રિપોર્ટર ઇવાન ગેર્શકોવિચને જાસૂસીના આરોપમાં માર્ચથી અટકાયતમાં રાખવામાં આવ્યા છે.

LEAVE A REPLY