ગુજરાતમાં કોરોનાના શનિવારે 1094 કેસ-19 મૃત્યુ, રવિવારે 1120 કેસ-20 મૃત્યુ એમ છેલ્લા 48 કલાકમાં કુલ 2214 કેસ-39 મૃત્યુ નોંધાયા છે. આ સાથે જ ગુજરાતમાં કોરોનાના કુલ કેસનો આંક હવે 78783 થયો છે અને કુલ મરણાંક હવે 2787 છે. હાલ રાજ્યમાં 14500 એક્ટિવ કેસ છે અને 82 દર્દીઓ વેન્ટિલેટર પર છે.
ઓગસ્ટ માસના 16 દિવસમાં જ ગુજરાતમાં કોરોનાના કુલ 17345 કેસ નોંધાઇ ચૂક્યા છે જ્યારે 348ના મૃત્યુ થયા છે. સુરતમાં શનિવારે 234 જ્યારે રવિવારે 228 નવા કેસ નોંધાયા હતા. આમ, સુરતમાં કોરોનાના કુલ કેસ હવે 16914 છે જ્યારે એક્ટિવ કેસ 2882 છે. બીજી તરફ અમદાવાદમાં શનિવારે 162-રવિવારે 164 નવા કેસ નોંધાયા હતા. જેની સાથે જ અમદાવાદમાં કોરોનાના કુલ કેસનો આંક હવે 29004 થયો છે.
હાલ અમદાવાદમાં એક્ટિવ કેસ 3463 છે. વડોદરામાં શનિવારે 1074-રવિવારે 108 નવા કેસ સામે આવ્યા હતા. વડોદરામાં કોરોનાના કુલ કેસ હવે 6382 થયા છે. રાજકોટમાં પણ કોરોનાના કેસમાં સતત વધારો થઇ રહ્યો છે. જેમાં શનિવારે 95-રવિવારે 99 નવા કેસ સામે આવતા કોરોનાના કુલ કેસ હવે 3272 થયા છે.
બીજી તરફ ભાવનગરમાં શનિવારે 34-રવિવારે 38 જ્યારે ગાંધીનગરમાં શનિવારે 29-રવિવારે 29 નવા કેસ નોંધાયા હતા. કોરોનાના કુલ કેસ હવે ભાવનગરમાં 2093, ગાંધીનગરમાં 1952 છે. છેલ્લા 24 કલાકમાં પંચમહાલમાં કોરોના વિસ્ફોટ થતાં નવા 45 કેસ નોંધાયા હતા.
આમ, પંચમહાલમાં કોરોનાના કુલ કેસ હવે 928 છે. છેલ્લા 24 કલાકમાં અન્ય જિલ્લાઓ કે જ્યાં કોરોનાના વધુ કેસ નોંધાયા તેમાં 58 સાથે જામનગર, 34 સાથે જૂનાગઢ, 31 સાથે કચ્છ, 30 સાથે ભરૂચ, 26 સાથે દાહોદ, 25 સાથે અમરેલી, 19 સાથે બનાસકાંઠા, 16 સાથે ગીર સોમનાથ-દેવભૂમિ દ્વારકાનો સમાવેશ થાય છે.
આમ, હવે ડાંગ સિવાય તમામ જિલ્લાઓમાં કોરોનાના કુલ કેસ હવે 100ને પાર થઇ ચૂક્યા છે. ડાંગમાં અત્યારસુધી કોરોનાના 30 કેસ નોંધાયા છે. છેલ્લા 48 કલાકમાં સુરતમાં 17, અમદાવાદમાં 7, ભાવનગરમાં 4, વડોદરામાં 3 મૃત્યુ નોંધાયા હતા. કોરોનાથી કુલ મરણાંક હવે અમદાવાદમાં 1659, સુરતમાં 551, વડોદરામાં 108, રાજકોટમાં 66, ગાંધીનગરમાં 48 જ્યારે ભાવનગરમાં 33 છે.
ગુજરાતમાં શનિવારે 51217-રવિવારે 50560 એમ કુલ 1,01,777 ટેસ્ટ કરાયા હતા. જેની સાથે જ ગુજરાતમાં કોરોનાના કુલ ટેસ્ટનો આંક હવે 13,12,824 થયો છે. શનિવારે 1015 જ્યારે રવિવારે 959 દર્દીઓ સાજા થયા હતા. આમ, ગુજરાતમાં અત્યારસુધી 61496 દર્દીઓ સાજા થઇ ચૂક્યા છે. ગુજરાતમાં કોરોનાથી સાજા થવાનો દર હવે 78.06% છે. ગુજરાતમાં હાલ 5,00,731 ક્વોરેન્ટાઇન હેઠળ છે.