નોર્થ વેસ્ટ લંડનમાં ડેનહામ સ્થિત અનૂપમ મિશન ખાતે બંધાઇ રહેલા ઓમ ક્રિમેટોરિયમના લાભાર્થે શ્રીમદ ભાગવત કથાનું આયોજન રવિવાર 14મી ઓગસ્ટથી શનિવાર તા. 20મી ઓગસ્ટ દરમિયાન રોજ સાંજે 4થી 7 વાગ્યા સુધી કરવામાં આવ્યું છે. રોજ કથા પછી મહાપ્રસાદનો લાભ મળશે.
વિદ્વાન કથાકાર પૂ. શ્રી ભૂપેન્દ્રભાઇ પંડ્યા કથાનો લાભ આપશે. તા. 14 પોથી યાત્રા, તા. 15 ભિષ્મ સ્તુતિ, તા. 16 નૃસિંહ અવતાર, તા. 17 રામ-કૃષ્ણ જન્મોત્સવ, તા. 18 ગોવર્ધન ઉત્સવ, તા. 19 શ્રી કૃષ્ણ રુક્મણિ વિવાહ, તા. 20 સુદામા ચરિત્રા અને તા. 21ના રોજ સવારે 10-30 કલાકે મહાયજ્ઞ થશે.
વધુ વિગતો માટે અને પોથી માટે સંપર્ક: પૂજ્ય હિમત સ્વામી: +44) 7940 937375 અને ઈમેલ amuk@anoopam.org
