નવી દિલ્હીમાં જી20 સમીટ દરમિયાન પાર્ટનરશીપ ફોર ગ્લોબલ ઇન્ફ્રાસ્ટ્રક્ટર એન્ડ ઇન્વેસ્મેન્ટ ઇવેન્ટમાં સાઉદી અરેબિયાના ક્રાઉન પ્રિન્સ મોહમ્મદ બિન સલમાન અલ સાઉદ, ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને યુએસ પ્રમુખ જો બાઇડન REUTERS/Evelyn Hockstein/Pool

નવી દિલ્હીમાં જી-20 સમીટ દરમિયાન વૈશ્વિક નેતાઓએ મધ્યપૂર્વ અને દક્ષિણ એશિયાને જોડતા એક મેગા રેલ એન્ડ પોર્ટ ડીલની જાહેરાત કરી હતી. અમેરિકાના પ્રેસિડન્ટ જો બાઇડન ચીનના બેલ્ટ એન્ડ રોડ પ્રોજેક્ટનો વિકલ્પ રજૂ કરવા માગે છે ત્યારે આ જાહેરાતનું વિશેષ મહત્ત્વ છે.

આ પ્રોજેક્ટનો હેતુ મધ્યપૂર્વના દેશોને રેલ્વે દ્વારા જોડવાનો અને પછી તેમને પોર્ટ દ્વારા ભારત સાથે જોડવાનો છે. તેનાથી ગલ્ફથી યુરોપ સુધી મુક્ત પણે વેપાર થઈ શકશે. આ પ્રોજેક્ટથી  શિપિંગ સમય, ખર્ચ અને ઇંધણની બચત થશે.

આ કરાર માટેના સમજૂતીપત્ર પર યુરોપિયન યુનિયન, ભારત, સાઉદી અરેબિયા, સંયુક્ત આરબ અમીરાત, યુ.એસ. અને અન્ય G20 ભાગીદારો હસ્તાક્ષર કરશે.

સંધિની જાહેરાત કરતી એક ઇવેન્ટમાં બાઇડને જણાવ્યું હતું આ એક “ખરેખર મોટો સોદો” છે, જે બે ખંડોમાં બંદરોને જોડશે તથા “વધુ સ્થિર, વધુ સમૃદ્ધ અને સંકલિત મધ્ય પૂર્વ તરફ દોરી જશે.  તે સ્વચ્છ ઊર્જા, સ્વચ્છ વીજળીની અનંત તકો ખોલશે તથા સમુદાયોનું જોડાણ કરશે.

સમિટના યજમાન ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું હતું “આજે, જ્યારે આપણે આટલી મોટી કનેક્ટિવિટી પહેલ શરૂ કરી રહ્યા છીએ, ત્યારે આપણે ભાવિ પેઢીઓ માટે મોટા સપના જોવા માટે બીજ વાવી રહ્યા છીએ.”

અમેરિકાના નાયબ રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર જોન ફાઇનરે જણાવ્યું હતું કે આ કરારથી આ પ્રદેશના ઓછી અને મધ્યમ આવક ધરાવતા દેશોને લાભ થશે તથા વેશ્વિક વેપારમાં મધ્યપૂર્વ માટે મહત્ત્વની ભૂમિકા અદા કરશે.

LEAVE A REPLY