નોર્થ લંડનના બસ સ્ટોપ પર લુંટના ઇરાદે છરીના ઘા મારીને હત્યા કરવામાં આવેલા 66 વર્ષીય દાદી અનિતા મુખીના મૃત્યુ બાદ છરાબાજીના ગુનાઓ પર મજબૂત કાયદો બનાવવાની હાકલ સાથે Change.org પર એક નવી પિટિશન શરૂ કરવામાં આવી છે.

યુકે કોમ્યુનિટીના સિંધી એસોસિએશનના સભ્ય સંજીવ ભવનાની દ્વારા શરૂ કરવામાં આવેલી આ પીટીશન દ્વારા લો એન્ફોર્સમેન્ટ એજન્સીઝને આવા ગુનાઓની અસરકારક રીતે તપાસ કરવા માટે વધુ સંસાધનો ફાળવવા અને યુવાનોને છરીઓ રાખવાના જોખમો અને પરિણામો વિષે શિક્ષણ આપતા કાર્યક્રમો માટે ભંડોળ વધારવાનું કહેવામાં આવ્યું છે.

સંજીવે જણાવ્યું છે કે “શ્રીમતી મુખીના દુઃખદ અવસાનથી માત્ર યુ.કે.ના સિંધી સમુદાયને જ નહીં પરંતુ વ્યાપક સમુદાયને પણ આઘાત લાગ્યો છે. આ વ્યક્તિગત દુર્ઘટનાએ આ મુદ્દાને સંબોધવાની તાકીદ અને મહત્વ પર પ્રકાશ પાડ્યો છે. ગેરકાનૂની રીતે છરીઓ ધરાવતા  લોકો સામે મજબૂત કાયદાની જરૂર છે. તમે change.org/LondonKnifeCrime પર આ પીટીશન પર સહી કરી શકો છો.

LEAVE A REPLY