
ચૂંટણી કાયદાના ભંગ અને કેપિટલ ગેઇન્સ ટેક્સ ટાળવાના આરોપો વચ્ચે જો પોલીસ તપાસમાં પોતાનો ગુનો કર્યો હોવાનું પૂરવાર થશે તો પોતે લેબર પાર્ટીના ડેપ્યુટી લીડર તરીકેનું પદ છોડી દેશે એવી ડેપ્યુટી લેબર લીડર એન્જેલા રેનરે જાહેરાત કરી છે. એન્જેલાને સાંસદ બનતા પહેલા ઇસ્ટ કાઉન્સિલ હાઉસના વેચાણ અંગે પ્રશ્નોનો સામનો કરવો પડ્યો હતો.
ગ્રેટર માન્ચેસ્ટર પોલીસ (જીએમપી)એ તા. 12ના રોજ જણાવ્યું હતું કે તેઓ માર્ચ 2015 માં તેણીના કાઉન્સિલ હાઉસના વેચાણની તપાસ કરી રહ્યા હતા, જેમાં મે 2015માં એમ.પી. પહેલા તેણી લગ્નના પ્રથમ પાંચ વર્ષ સુધી ક્યાં રહેતી હતી તે અંગે ખોટી માહિતી આપવાનો આરોપ મૂકવામાં આવ્યો હતો.
તેણીએ માર્ચ 2015 માં તેના કાઉન્સિલ હાઉસના વેચાણના નફા પર £1,500 સુધીનો કેપિટલ ગેઇન્સ ટેક્સ (CGT) ચૂકવવો પડતો નથી તે સાબિત કરવાનું રહે છે.
રેનરે કહ્યું હતું કે “મેં વારંવાર કહ્યું છે કે હું પોલીસ અને HMRC સહિતના યોગ્ય સત્તાવાળાઓ સાથે, હકીકતો નક્કી કરવા અને આ બાબત હેઠળ રેખા દોરવાની તકનું સ્વાગત કરીશ. મને સંપૂર્ણ વિશ્વાસ છે કે મેં દરેક સમયે નિયમોનું પાલન કર્યું છે. મેં હંમેશા કહ્યું છે કે રાજનીતિમાં ઈમાનદારી અને જવાબદારી મહત્વની છે. તેથી જ તે મહત્વનું છે કે આને તાત્કાલિક, સ્વતંત્ર રીતે અને રાજકીય દખલ વિના જોવામાં આવે.’’
લેબરના નેતા, કેર સ્ટાર્મરે શુક્રવારે ત્રણ વખત એવું કહેવાનો ઇનકાર કર્યો હતો કે જો રેનેરે કાયદો તોડ્યો હોવાનું જણાયું તો તેણે ડેપ્યુટી તરીકે રાજીનામું આપવું પડશે.
પોલીસે શરૂઆતમાં કહ્યું હતું કે રેનર તપાસનો સામનો કરશે નહીં. પરંતુ કન્ઝર્વેટિવ પાર્ટીના ડેપ્યુટી ચેર જેમ્સ ડેલીએ માર્ચના અંતમાં પોલીસ દ્વારા આ મુદ્દાને સંભાળવા અંગે ફરિયાદ કર્યા પછી તેઓએ તેમના નિર્ણયની સમીક્ષા કરી હતી.
રેનરે 2007માં સ્ટોકપોર્ટના વિકારેજ રોડ પર રાઈટ-ટુ-બાય સ્કીમ હેઠળ 25% ડિસ્કાઉન્ટ સાથે £79,000માં તેનું કાઉન્સિલ હાઉસ ખરીદ્યું હતું અને માર્ચ 2015 માં, ઘર £127,500 માં વેચીને £48,500નો નફો કર્યો હતો.
ચૂંટણી નિયમો હેઠળ, મતદારોએ તેમના કાયમી સરનામા પર નોંધણી કરાવવી જરૂરી છે અને ખોટી માહિતી પ્રદાન કરવા બદલ દંડનો સામનો કરવો પડી શકે છે.
લેબરના પ્રવક્તાએ કહ્યું: “એન્જેલા પોલીસ સાથે હકીકતો રજૂ કરવાની તકને આવકારે છે. અમને સંપૂર્ણ વિશ્વાસ છે કે એન્જેલાએ દરેક સમયે નિયમોનું પાલન કર્યું છે અને હવે પોલીસને તેનું કામ કરવા દેવું યોગ્ય છે.”
સાદિક ખાન, એડ મિલિબેન્ડ અને રશેલ રીવ્સ સહિત વરિષ્ઠ લેબર નેતાઓએ રેનરને ચેકો આપતાં કહ્યું હતું કે તેઓ તેણીની સાથે છે.
